સાબર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે રૂપિયા ૨૦નો વધારો કર્યો

0
23

સાબરકાંઠા,તા.૨૭
સાબર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સાબરડેરી દ્વારા ગાય અને ભેંસના દૂધના ભાવમાં વધારો કરાયો છે. શનિવારે મળેલી સાબર ડેરીની બોર્ડ મિટિંગમાં કિલો ફેટે રૂપિયા ૨૦નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો.
એક મહિનામાં આ બીજી વાર દૂધના ભાવમાં વધારો કરાતાં પશુપાલકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે-સાથે સાબર દાણમાં પણ ૧૦૦ રૂપિયાનો વધારો કરાયો છે. કાચામાલનો ભાવ વધતાં આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, એક મહિનામાં આ બીજીવાર દૂધના ભાવમાં વધારો કરાયો છે. અગાઉ દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂપિયા ૨૦નો વધારો કરાયો હતો.
નોંધનીય છે કે, સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના અંદાજે ૩ લાખથી વધુ દૂધ ઉત્પાદકો પ્રતિદિન સાબર ડેરીમાં અંદાજે ૨૬.૫૦ લાખ લિટર દૂધ મોકલે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY