બેઇજિંગ,તા.૨૭
બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટિવ (BRI)ની વેબસાઇટ પરથી એ નકશાને હટાવી દીધો છે, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે) અને અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો દેખાડ્યો હતો. શુક્રવારના રોજ ચીને BRI નીબીજી સમિટમાં ચીને પોતાના એક નકશામાં આખા જમ્મુ અને કાશ્મીર અને અરૂણાચલ પ્રદેશને ભારતનો હિસ્સો દેખાડ્યો હતો.
ચીનના આ પગલાં પર બધા સ્તબ્ધ થઇ ગયા હતા. પરંતુ ઠીક એક દિવસ બાદ જ ચીન પલટી ગયું. આની પેહલાં બેઇજિંગમાં BRIની બીજી સમિટમાં ચીને પોતાના એક નકશામાં આખા જમ્મુ અને કાશ્મીર અને અરૂણાચલપ્રદેશને ભારતનો હિસ્સો ગણાવ્યો હતો. BRI ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગનો સૌથી પસંદગીનો પ્રોજેકટ છે. આ પ્રોજેકટનો હેતુ દુનિયાભરમાં ચીનના રોકાણથી ટોચના પ્રોજેકટનો વિકાસ કરવાનો અને ચીનનું પ્રભુત્વ વધારવાનો છે.
બેઇજિંગમાં ત્રણ દિવસ સુધી ચાલનાર મ્ઇૈંની બીજી સમિટનો ભારતે બહિષ્કાર કર્યો છે. આની પહેલાં ૨૦૧૭ની સમિટમાં પણ ભારત સામેલ થયું નહોતું. આ સમિટમાં ૩૭ દેશ સામેલ રહ્યા છે. ચીનના બીઆરઆઈનો ભારત એટલા માટે વિરોધ કરી રહ્યું છે કારણ કે ચીન-પાકિસ્તાન આર્થિક ગલિયારા પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર (PoK)માંથી પસાર થયું છે. ભારત તેને પોતાની સંપ્રભુતાનું ઉલ્લંઘન ગણાવે છે. ભારતનું કહેવું છે કે પીઓકે ભારતનો હિસ્સો છે અને તેના પર પાકિસ્તાને ગેરકાયદે કબ્જો કરી રાખ્યો છે. એવામાં ભારતની મંજૂરી વગર ચીન પીઓકેમાંથી આર્થિક કોરિડોર બનાવી શકે નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




