સાબરકાંઠા,તા.૭
સાબરકાંઠાના પ્રાતિજના પઢાચરા ગામે જાહેરમાં બે વ્યક્તિને ઢોર મારવાની ઘટના સામે આવી છે, સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, વીડિયમાં દેખાઇ રહ્યું છે કે બે વ્યક્તિને બાંધીને માર મારવામાં આવે છે, તો માર ખાઇ રહેલા બે વ્યક્તિઓમાં એક વ્યક્તિએ આપઘાત પણ કરી લીધો છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે પ્રાંતિજનાં પઢાયરા ગામમાં બે વ્યક્તિઓને બકરુ માર્યાનો વહેમ રાખી વૃક્ષ સાથે બાંધી ઢોર મારવામાં આવ્યો, બંને વ્યક્તિઓ દહેગામ તાલુકાના રહેવાસી છે. બંને પાસેથી બકરાની કિંમત પેટે ૬૦૦૦ રૂપિયાની પણ ઉઘરાણી કરવામાં આવી, જો કે બેમાંથી એક શખ્સને લાગ્યું કે તે ૩૦૦૦ હજાર રૂપિયા નહીં આપી શકે જેના કારણે ફરી તેને માર ખાવો પડશે તેના ડરથી તેણે આપઘાત કરી લીધો.
સમગ્ર ઘટના અંગે દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે, પોલીસે સમગ્ર વિગત નોંધી વધુ તપાસ હાથ ધરી છે, એવામાં કાયદો હાથમાં લેનારા શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માગ ઉઠી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





