સોમાલિયામાં ૨૦ લાખ લોકો ભૂખમરાથી મૃત્યુ પામી શકે છેઃ યુએન

0
44

સોમાલિયામાં આ વર્ષે ૩૫ વર્ષનો સૌથી ખરાબ દુષ્કાળ પડ્યો છે
યુએન,તા.૭
યુનાઇટેડ નેશન્સે ચેતવણી આપી છે કે સોમાલિયામાં વીસ લાખ લોકો ભૂખમરોથી મૃત્યુ પામી શકે છે. યુએનના તાત્કાલિક રાહત સંયોજક જણાવ્યું હતું કે ઉનાળાના અંત સુધી દુષ્કાળ પીડીત આ આફ્રિકન દેશમાં ૨૦ લાખથી વધુ પુરુષો, સ્ત્રીઓ અને બાળકોની ભૂખથી મોત થઈ શકે છે.
જો આંતરરાષ્ટ્રીય સ્તર પર જલ્દીથી જલ્દીથી જા મદદ નહી મોકલી શકે તો. સોમાલિયાએ આ વર્ષે ૩૫ વર્ષનો સૌથી ખરાબ દુષ્કાળ પડયો છે.
જેના કારણે પ્રાણીઓ મૃત્યુ પામી રહ્યા છે અને પાકને નુરશાન પહોચાડયું છે. લોકોએ ખોરાક અને પાણી માટે તરસી રહ્યા છે.યુનાઇટેડ નેશન્સના અંડરસેક્રેટરી-જનરલ માર્ક લોવાક કહે છે કે દરેક વરસાદી મોસમ પછી, સોમાલિયા, ઇથોપિયા અને કેન્યાને ૭૦૦ મિલિયનની જરૂર પડે છે. જેનાથી પશુધન અને પાકના નકસાનને ભરપાઈ કરવા માટે આવે છે.
આ ગરીબ દેશમાં, જેની વસ્તી આશરે ૧.૫ કરોડની છે, ૩૦ લાખ કરતાં વધુના સોમાલી લોકો તેમની ન્યુનતમ ખાદ્ય જરૂરિયાતોને પહોંચી વળવા સંઘર્ષ કરી રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY