હવે વોટ્‌સ એપ ફેક ન્યુઝ અટકાવવા માટે કરશે ‘આકાશવાણી’

0
311

ન્યુ દિલ્હી,તા.૩૧
વોટ્‌સ એપએ જાણકારી આપી છે કે કંપની ફેક ન્યુઝના પ્રચારને રોકવા માટે કોશિશ કરી રહી છે. આ કોશિશ અંતર્ગત દેશનાં અલગ અલગ રાજ્યોમાં રેડિયોના માધ્યમથી નવી મુહિમની શરૂઆત કરી રહી છે. કંપનીએ કહ્યું કે આ અભિયાનમાં લોકોને ફોરવર્ડ રૂપે મળેલા મેસેજ ને બીજા લોકો સાથે શેર કરતા પહેલા એની સત્યતા તપાસવા માટે કહેવામાં આવશે.
કંપનીના એક પ્રવક્તાએ કહ્યું કે, ‘ઓલ ઇન્ડિયા રેડિયો (આકાશવાણી)નાં બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આવેલાં ૪૬ હિન્દી સ્ટેશનો મારફતે આ પ્રસારણ શરૂ કરવામાં આવશે.’ વધુમાં એમણે જણાવ્યું કે હાલ આ હિન્દીમાં શરૂ થશે અને આવતા અઠવાડિયામાં આને અન્ય લોકલ ભાષાઓમાં પણ શરૂ કરવાની યોજના છે.
આ અભિયાન અંતર્ગત લોકોને કોઇપણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં એની સત્યતા ચકાસવા માટે કહેવામાં આવશે. મેસેજ માં કંઈપણ અલગ લાગે કે કંઈપણ જે ભડકાવતું હોય એવું લાગે તો યુઝર્સને એને રીપોર્ટ કરવા માટે પણ કહેવામાં આવશે. આમાં યુઝર્સને એમ પણ જણાવામાં આવશે કે ખોટી સૂચનાઓ વાળા મેસેજને ફોરવર્ડ કરવામાં સાવધાની રાખે કારણકે આવું કરવાના ગંભીર પરિણામ આવી શકે છે.
૨૭ ઓગસ્ટે સર્વોચ્ચ ન્યાયાલય એ કેન્દ્ર અને વોટ્‌સ એપને નોટીસ આપી હતી. અદાલતે આ નોટીસ એક યાચિકા પર જાહેર કરી છે, જેમાં વોટ્‌સએપને આરબીઆઈના નિયમોને સંપૂણ રીતે પાલન નહી કરવા સુધી એમની પેમેન્ટ સિસ્ટમને રોકવાની માંગ કરવામાં આવી છે.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY