બેગૂસરાય,તા.૧૯
હાલ દેશના રાજકારણમાં રામમંદિર મુદ્દે ઘમાસાણ ચાલી રહ્યું છે ત્યારે ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રીએ રામમંદિરના નિર્ણય અંગે સુપ્રીમને સવાલો કર્યા છે. ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું છે કે, મંદિરનું નિર્માણ અમારી પાર્ટી માટે ચૂંટણી મુદ્દો નથી. રામ મંદિર અસ્મિતાની ઓળખ છે. તે દુર્ભાગ્યના વાત છે કે ૧૯૫૨માં સરદાર પટેલની સલાહ પર કોંગ્રેસ પાર્ટી દ્વારા કાશી, મથુરા અને અયોધ્યામાં મંદિર બનાવવામાં આવ્યું નથી. જા તે સમયે મંદિર બનાવી દેવામાં આવ્યું હોત તો આજે આજે આ વિવાદ રહ્યો ના હોત.
મીડિયા સાથેની વાત-ચીતમાં ગિરિરાસિંહે કહ્યું કે, સબરીમાલા પર તો સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય તરત સંભળાવી દીધો. પરંતુ રામ મંદિર પર નહી. આ મુદ્દાને તાત્કાલિક જાવો જાઇએ. ક્યાંક તેવું ના થાય કે મોડુ કરતા-કરતા હિંદુઓની ધીરજ તૂટી જાય.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી અથવા ભાજપ માટે રામમંદિર અસ્મિતાનો સવાલ છે. ઓયોધ્યામાં રામમંદિર બને તે અમારી પ્રતિબદ્ધતા છે. અમારે તે માટે કોઇના સર્ટિફિકેટની જરૂર નથી. તેમણે કહ્યું કે, તે તદ્દન સાચું છે કે રામમંદિર અયોધ્યામાં બનશે અને ભારતના લોકોને અનુરૂપ બનશે.
તેમણે વધુમાં કહ્યું કે, કેરળની વામપંથી સરકાર કિમ જાંગ ઉન જેવા તાનાશાહની ભૂમિકામાં છે. સંઘ પરિવાર તેનો વિરોધ કરતો રહેશે પછી ભલે તે માટે કોઇ પણ કુર્બાની આપવા પડે. કોંગ્રેસ સાથે ના તો ક્્યારેય તાલમેલ થયો છે ના થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






