ભરૂચ:
ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના ૬૯ માં પ્રજાસત્તાક દિન નિમિત્તે જિલ્લા સમાહર્તા સંદિપ સાગલેએ રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સમયે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી, વીર ભગતસિંહ, સરદાર પટેલ, સુખદેવ રાજગુરૂ, લોકમાન્ય તિલક જેવા નામી અનામી આઝાદીના લડવૈયાઓને યાદ ર્ક્યા હતાં. તેમજ ભરૂચ જિલ્લામાં આઝાદી માટે પોતાનું યોગદાન આપનાર જિલ્લાના છોટે સરદાર, ચંદુભાઇ દેસાઇ, છોટુભાઇ પુરાણી, ચંદ્રશંકર ભટ્ટ, કનૈયાલાલ મુનશી, પંડિત ઓમકારનાથ ઠાકુર વગેરે આઝાદીના લડવૈયાઓને પણ યાદ કર્યા ભારતનું બંધારણ વિશ્વમાં સૌથું મોટું બંધારણ છે ત્યારે આ બંધારણના ઘડવૈયા એવા બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરી બહાદુર સૈનિકોને અને પોલીસ જવાનોને પણ યાદ કરી સ્વતંત્ર્યવીરોને શ્રધ્ધાંજલિ અર્પી પ્રજાજનોને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા સરકારના વિવિધ કર્યોની પણ પ્રસંસા કરી હતી.
આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ભરતસિંહ પરમાર, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, નગરપાલિકાના પ્રમુખ આર.વી.પટેલ, જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ અધિક્ષક સંદિપ સીંગ, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ-પદાધિકારીઓ, જિલ્લા-તાલુકાના આગેવાનો, શાળાના બાળકો, પોલીસ જવાનો સહિત મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યાં હતાં, કાર્યક્રમ બાદ કલેક્ટર સંદિપ સાગલેએ હોસ્ટેલ ગ્રાઉન્ડમાં વૃક્ષારોપણ પણ ર્ક્યુ હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"