તિરુવનંતપુરમ્,તા.૧૩
કેરળમાં દક્ષિણ ભારતીય અભિનેતા કોલમ તુલસીએ સબરીમાલા મંદિરમાં દર્શન કરવા આવતી મહિલા સામે ઝેર ઓકતા કહ્યું કે, જે મહિલાઓ સબરીમાલા મંદિરે દર્શન કરવા આવે તેને અલગ તારવો. અભિનેતાનાં મહિલાઓ વિરુદ્ધનાં ભડકાઉં ભાષણથી ઉહાપોહ મચી ગયો છે અને તેની સામે ગૂનો પણ દાખલ થયો છે.
આ અભિનેતા કેરળમાં આવેલા કોલ્લામ સિટીમાં એક સભાને સંબોધતા બોલ્યા હતા હતા કે, સબરીમાલા મંદિરમાં આવતી અડધી મહિલાઓને દિલ્હી મોકલી દેવી જાઇએ અને અડધી મહિલાઓને મુખ્યમંત્રીની ઓફિસે મોકલી દેવી જાઇએ.
આ અભિનેતા ભારતીય જનતા પાર્ટીનાં ટેકેદાર છે અને એન.ડી.એ દ્વારા યોજવામાં આવેલી રેલીમાં આ પ્રકારનું ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું.
સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની ઉંમરની મહિલાઓ પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. પણ મહિલાઓના હક્કો માટે લડતા લોકોએ આ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. લાંબી લડાઇના અંતે સુપ્રિમ કોર્ટે વર્ષોથી ચાલી આવતી પરંપરાને બંધ કરતો આદેશ કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



