તિરુવનંતપુરમ્,તા.૨૧
કેરળ પોલીસની ક્રાઈમ બ્રાંચે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમાન ચાંડી વિરુદ્ધ અકુદરતી દુષ્કર્મના મામલામાં ફરિયાદ દાખલ કરી છે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઓમન ચાંડી પર એક મહિલા દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે. મહિલાનો આરોપ છે કે ચાંડીએ તેની સાથે અકુદરતી દુરાચાર તેના કારોબારના વિસ્તરણના વધારાના બદલામાં કર્યો હતો.
કેરળ પોલીસની ક્રાઈમ બ્રાંચે શનિવારે મોડી રાત્રે પુષ્ટિ કરી છે કે તે ચાંડી વિરુદ્ધના ફોજદારી કેસની તપાસ કરી રહી છે. ઓમન ચાંડી પર આરોપ છે કે તેમણે સૌર ઊર્જા રોકાણના છેતરપિંડીના મામલામાં આરોપી મહિલા સાથે તિરુવનંતપુરમ ખાતે પોતાના સત્તાવાર નિવાસસ્થાન ક્લિફ હાઉસ ખાતે ૨૦૧૩માં દુષ્કર્મ કર્યું હતું.
શનિવારે તિરુવનંતપુરમમાં મુખ્ય ન્યાયિક મેજીસ્ટ્રેટની અદાલતમાં દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં આરોપ લગાવ્યો છે કે ચાંડીએ મહિલા સાથે અકુદરતી શારીરિક સંબંધો બનાવ્યા હતા. જા કે આ એફઆઈઆરના તથ્યોને પણ હજી સુધી ગુપ્ત રાખવામાં આવ્યા છે. પીડિત મહિલાનો આરોપ છે કે તે ચાંડીને એટલા માટે મળવા માટે ગઈ હતી.
જેથી તેઓ સૌર ઊર્જા પ્રોજેક્ટને રાજકીય સંરક્ષણ આપે. આનાથી ખાનગી રોકાણકારો તેના પ્રોજેક્ટ સાથે આકર્ષિત થશે. મહિલાએ કહ્યું હતુ કે મુખ્યપ્રધાનના સ્ટાફના કેટલાક લોકોએ તેની ચાંડી સાથે મુલાકાત કરાવી હતી. મહત્વપૂર્ણ છે કે સોલાર કૌભાંડની તપાસ શરૂ કરીને ઉચ્ચસ્તરીય શિવરંજન કમિશને તાજેતરમાં કેરળની રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો હતો.
કમિશને સપ્ટેમ્બર-૨૦૧૭માં તારવ્યું હતું કે ૨૦૧૩માં કેરળમાં રાજકારણના ટોચમાં બેઠેલા લોકોએ આરોપ લગાવનારી મહિલા સાથે તેનો કારોબાર વધારવા માટે જાતીય સંબંધો બનાવ્યા હતા.
કમિશને કહ્યું હતુ કે ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ જાતીય સંબંધના બદલામાં પક્ષપાત કરવો પણ અનૈતિક કૃત્ય હેઠળ આવે છે. કમિશને ભલામણ કરી હતી કે આરોપ લગાવનારી મહિલા દ્વારા લગાવાયેલા આક્ષેપો પર તેના શોષણ કરનારા તમામ લોકો સામે તપાસ કરવામાં આવે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




