સિવિલ હોસ્પિટલના ડૉ. જિગ્નેશ પટેલે તબીબી ધર્મ નિભાવ્યો

0
8

માતાનું અવસાન થયું છતાં ડૉ. જિગ્નેશ પટેલે દર્દીઓનું ઓપરેશન કર્યુ
સુરત, તા.૨૭

શહેરના મજુરાગેટ સ્થિત નવી સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગના એસોસિએટ પ્રોફેસર ડો.જીગ્નેશ પટેલે તબીબી સેવાનું એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું હતું. ઇ.એસ.આઇ.સી.ના લાભાર્થીના માતૃશ્રી લાખુબેનના ઘૂંટણના ઓપરેશની તારીખ આપ્યાના આગળના દિવસે જ ડો.જીગ્નેશ પટેલના માતૃશ્રીનું જૈફ વયે અવસાન થયું હતું. સામાન્ય રીતે પરિવારમાં મૃત્યુનો દુઃખદ બનાવ હોય, તો સમગ્ર પરિવાર શોકમગ્ન હોય છે. પરતુ આવી પડેલી વિપદાને સહન કરીને ડો.જીગ્નેશ પટેલે દર્દીના આપેલી ઓપરેશનની તારીખે જ ઓપરેશન કરીને એક ઉમદા તબીબી ધર્મ નિભાવ્યો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ડો.જીગ્નેશ પટેલ અને તેમની ટીમે બીજી વખત ગોલ્ડ પ્લેટેડની જાઇન્ટ ઇનપ્લાન્ટનું સફળતાપૂર્વક ઓપરેશન કર્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY