સરદાર સાહેબ અને સોમનાથ ફોટો ગેલેરી પ્રદર્શન ખુલ્લુ મુકાયુ, સૈારાષ્ટ્રનાં નામી અનામી કલાકારો લોક-સાહિત્ય ભજનની રમઝટ બોલાવશે

સ્વચ્છતાના સંદેશ માટે સેલ્ફી પોઈન્ટ તૈયાર કરાયા ,તા. ૧૯ થી પ્રારંભ થયેલ મેળાનું તા. ૨૩ નાં રોજ સમાપન કરાશે
ગીર-સોમનાથ : ભારતવર્ષનાં આસ્થા કેન્દ્ર ભગવાન સોમનાથ દાદાનાં સાનિધ્યમાં સદભાવના મેદાનમાં આજે સાંજના રાજ્યસભાના સાંસદ ચુનીભાઈ ગોહેલે રીબીન કાપી પરંપરાગત કાર્તિકી પૂર્ણીમાનાં મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આયોજીત ભવ્ય મેળો સતત પાંચ દીવસ તા. ૨૩ સુધી યોજાનાર છે.
મેળાનાં આર્કષમા વિવિધ રાઇડ્સ, સરદાર સાહેબ અને સોમનાથનાં ફોટો પ્રદર્શન, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, ઓડીયો વિઝયુલ પ્રદર્શન યોજાનાર છે. શ્રીમદ્દ ભાગવત ગીતાસાર પ્રદર્શન, ગૈાપાલન અને ગાય માતાનું મહત્વ દર્શાવતી પ્રતિકૃતિ લોકો નિહાળી શકશે. મેળામાં વિવિધ સ્થળોએ સેલ્ફી પોઇન્ટ તૈયાર કરી સ્વચ્છતા અંગેની જાગૃતિનાં મેસેજ પણ લોકોને મળશે. મેળામાં આવતા લોકોને કચરો ગમે ત્યાં ન નાંખે તે માટે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્રારા કચરો એકઠો કરવા થેલીઓ આપવામાં આવશે. સરકારીના ઈન્ડેક્ષ્ટ-સી વિભાગ તરફથી ગૃહ ઉધોગ હસ્તકલાના આબેહુબ સ્મૃતિઓના સ્ટોલ અને અન્ય આકર્ષણો રાખવામાં આવેલા છે.
મેળાનાં પ્રથમ દીવસે મેઘાબેન ભોસલે, બીજા દીવસે સુરીલી સરગમ દ્વારા નરસિંહ મહેતાનાં જીવન પર આધારિત નાટ્ય નૃત્યની પ્રસ્તુતી, ત્રીજા દીવસે અલ્પાબેન પટેલ, હરીસિંહ સોલંકી, ચોથા દીવસે યોગેશગીરી ગૈાસ્વામી, નારાયણ ઠાકર, પાંચમાં દીવસે લોક સાહિત્યકાર માયાભાઇ આહીર, બિરજુ બારોટ સહિતનાં કલાકારો દ્વારા પાંચ દીવસ સુધી ભજન ભક્તિ સાથે લોક સંસ્કૃતિને ઉજાગર કરવા ભજન અને લોક સાહિત્યની રમઝટ બોલાવશે. તા. ૨૨ અને ૨૩ નાં રોજ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે રાસગરબા તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે.
આ પ્રસંગે રાજ્ય બીજ નિગમના ચેરમેન રાજશીભાઈ જોટવા, નગરપાલીકાના પ્રમુખ મંજુલાબેન સુયાણી, પુર્વ મંત્રી જશાભાઈ બારડ, ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પ્રવાસન નિગમના ડિરેકટર ઝવેરીભાઈ ઠકરાર, ગુજરાત રાજ્ય મેરીટાઈમ બોર્ડના ડિરેકટર કિશોરભાઈ કુહાડા, નગરપાલીકાના પુર્વ પ્રમુખ જગદીશભાઈ ફોફંડી, અગ્રણી જગમાલભાઈ વાળા, પ્રવિણભાઈ રૂપારેલીયા, માનસિંગભાઈ પરમાર, લખમભાઈ ભેસલા, ચીમનભાઈ અઢીયા, સ્વામી નારાયણ ગુરુકુળના ભક્તિપ્રસાદ સ્વામી, ડી.ડી.ઓ. ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, અધિક કલેકટર એચ.આર.મોદી, મામલતદારશ્રી દેવકુમાર આંબલીયા, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"







