મુંબઈ,તા.૨૪
મુંબઈ સ્થિત એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીના રિડેવલોપમેન્ટ માટે મહારાષ્ટ્રી સરકારે ગ્લોબલ ટેન્ડર મંગાવવાની પ્રોસેસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે અગાઉ આ ઝૂંપડપટ્ટીના રિડેવલોપમેન્ટ માટે ત્રણ પ્રયત્ન કરવામાં આવ્યા હતા.
દેશના કોમર્શિયલ કેપિટલ તરીકે જાણીતા મુંબઈમાં આવેલી ધારાવી ઝૂંપડપટ્ટી લગભગ ૫૯૩ એકરમાં ફેલાયેલી છે. સરકારે આ બિડ માટેની ઓછામાં ઓછી રકમ ૩,૧૫૦ કરોડ રૂપિયા નક્કી કરી છે.
આ પ્રોજેકટના મુખ્ય પાર્ટનરે રૂપિયા ૪૦૦ કરોડના ખર્ચે સ્પેશિયલ પરપઝ વ્હીકલ (જીઁફ)ની રચના કરવાની રહેશે. એટલે કે તેણે ૮૦ ટકા હિસ્સો આપવાનો રહેશે. જયારે આ પ્રોજેકટના મુખ્ય પાર્ટનરે ૪૦૦ કરોડ રૂપિયાન ખર્ચે સ્પેશિયલ પરપઝ વ્હીકલ (જીઁફ)ની રચના કરવાને રહેશે. એટલે કે કુલ પ્રોજેકટમાં તેનો ફાળો ૮૦ ટકાનો રહેશે. જયારે આ જ એન્ટીટામાં ૧૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરીને મહારાષ્ટ્ર સરકાર ૨૦ ટકા હિસ્સો મેળવશે.
આ પ્રોજેકટ માટે ૪૦૦ કરોડ રૂપિયાના રોકાણ સિવાય જે પણ રોકાણની જરૂર પડશે, તેના રોકાણની વ્યવસ્થા પ્રોજેકટના મુખ્ય પાર્ટનરે કરવાની રહેશે. આ માટે તે શેર અને ડિબેન્ચર્સની મદદ લઈ શકે છે. આ પ્રોજેકટ માટેના ટેન્ડર નવેમ્બર ૨૮થી ડિસેમ્બર ૨૮ સુધી ભરી શકાશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સરકારે અગામી વર્ષની ચૂંટણી પહેલા ધારવીના રિડેવલોપમેન્ટ માટે પ્રયત્ન કરી રહી છે. અને આ માટે મુખ્ય પાર્ટનરની શોધ કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"





