પતિઓ મોબાઈલ પર વાત કરતા થઈ જજો સાવધાન…!!

0
293

પતિનો અન્ય સ્ત્રી સાથે આડો સંબંધ હોવાના વહેમે રિસાઈ ને પિયર જતી રહેલી પત્ની એ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સાગબારા ના રાણીપુર ગામે બનેલી આ ઘટના બાદ સાગબારા પોલીસ મથક ફરિયાદ દાખલ અ.મોત નો ગુનો દાખલ

રાજપીપળા : નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકા માં આવેલા રાણીપુર ગામે પરણેલી લક્ષાબેન નિલેશભાઈ પાડવી ને પોતાના પતિ અન્ય મહિલા સાથે સંબંધ ધરાવતા હોવાનો વ્હેમ હતો પતિ નિલેશ અને પત્ની મહેનત મજુરી કરી જીવન નિર્વાહ ચલાવતા હોય અને તેઓ તેમના પતિ બાળકો સાથે ગયા ઉનાળાના સમય થી કાઠીયાવાડ તરફ મજુરી કામે ગયેલ હતા ત્યા તેનો પતિ ફોન ઉપર કોઈની સાથે વાતો કરતો હોય જેથી તે કોઇની સાથે આડૉ સબંઘ રાખતો હોવાની શંકા મરનાર લાક્ષાબેન કરતી હોય જે વાતને લઈને તેમની વચ્ચે બોલાચાલી થતા મરનારબેન છેલ્લા બે એક માસથી તેના પિયરમાં રાણીપુર ગામે આવી આવીને રહેતી હોય જેથી તેને તેના સાસરી પક્ષવાળાને તેડી જવા જણાવેલ પરંતુ તેનો પતિ કે તેની સાસરી પક્ષના કોઈ સભ્યો આજદિન સુધી તેડવા નહીં જતા તેના મનમાં લાગી આવતા તે ઘરે એકલી હોય તે દરમ્યાન તેણે તેમના ઘરમા આવેલ માળાની વળી સાથે નાઇલોનની દોરી બાંધી પોતાની જાતે જ ગળે ફાંસો ખાઇ મોત ને ભેટતા આ બાબતે સાગબારા પોલીસે અ.મોત નું ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તપાસ વાય.એસ.શિરસાઠ પોલીસ.સબ ઇન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશન કરી રહ્યા છે .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY