સાગબારાની ધનસેરા ચેક પોસ્ટ પર થી ટાટા ઈન્ડિગો ગાડીમાં 2.15 લાખનો માદક પદાર્થ ઝડપી પાડતી પોલીસ

0
208

રાજસ્થાનથી બિનઅધિકૃત રીતે આંતર રાજયમા હેરાફેરી કરી ગુજરાત રાજયમા લઇ આવતા સાગબારા પો.સ્ટે.ના ઘનશેરા ચેક પોસ્ટ ઉપર પોલીસ નાકાબંધી વાહન ચેકીંગ દરમ્યાન અફીણના પોષ ડોડા નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

રાજપીપળા: સાગબારા પોલીસે આજે નાકાબંધી દરમિયાન ધનસેરા ચેક પોસ્ટ પરથી પસાર થતી એક ગાડીને અટકાવીી તપાસ કરતા અંદરથી લાખોનો માદક પદાર્થ મળી આવતા મોટી સફળતા મેળવી હતી ત્યારે એ માટે પોલીસે આઆરોપી ભભુતા વિશનોઇ રહે.સાંચોર જીલ્લો જાલોર નાઓએ ટાટા ઇન્ડીગો ગાડી નંબર MH-30-L-9544 મા માદક પદાર્થ અફીણના પોષ ડોડા ભરેલ મીણીયા કોથળા નંગ-૮ મા કૂલ અફીણના પોષ ડોડા ૭૧ કિલો ૭૨૫ ગ્રામ કિ.રૂા.૨,૧૫,૧૭૫/-નો મુદ્દામાલ ભરી આપી ટાટા ઇન્ડીગો ગાડી નંબર MH-30-L-9544ની આરોપી બાબુલાલ પ્રેમા રામજી વિશનોઇ રહે.લાખની,બગોડા,જિલ્લો જાલોર(રાજસ્થાન) તથા રમેશભાઇ ઉર્ફે ગણપત હેમારામ વિશનોઇ રહે.સાંચોર નહેરૂ કોલોની,જિલ્લો જાલોર(રાજસ્થાન) નાઓ રાજસ્થાનથી બિનઅધિકૃત રીતે આંતર રાજયમા હેરાફેરી કરી ગુજરાત રાજયમા લઇ આવતા સાગબારા પો.સ્ટે.ના ઘનશેરા ચેક પોસ્ટ ઉપર પોલીસ નાકાબંધી વાહન ચેકીંગ દરમ્યાન અફીણના પોષ ડોડાનુ કૂલ વજન ૭૧ કિલો ૭૨૫ ગ્રામ કિ.રૂા.૨,૧૫,૧૭૫/-તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંબર-૪ કિ.રૂા.૨૦૦૦/-તથા રોકડા રૂા.૩૩૪૦/ તથા ટાટા ઇન્ડીગો ગાડી કિ.રૂા.૨,૫૦,૦૦૦/-મળી કૂલ કિ.રૂા ૪,૭૦,૫૧૫/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી મોટી સફળતા મેળવી હતી .ત્યારે આ બાબતે પોલીસ વધુ તપાસ કરી રહી છે તપાસ ઇન્ચાર્જ સી પી આઈ આર એન રાઠવા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY