સગીરા સહિત ની બે બહેનો સાથે ચપ્પુની અણીએ દુષ્કૃત્યનો પ્રયાસ

0
178

ભરૂચ:

પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચકચારી મર્ડર કેસની દીકરીઓ એવી બે યુવતી ઓ એ ભરૂચ એ-ડિવિઝન પોલીસ મથકે મૂળ રહેવાસી ઉત્તરપ્રદેશ અને હાલ ભરૂચની માંગલ્ય સોસાયટી ખાતે રહેતા રાહુલ નાનક ખંડેલવાલ વિરૂધ્ધ દુષ્કૃત્યનો પ્રયાસ કર્યો હોવાની ફરીયાદ નોંધાવી હતી. ફરીયાદમાં જણાવ્યા મુજબ ચાર મહિના ૫હેલા બે બહેનો, માંગલ્ય સોસાયટીમાં આવેલ રાહુલ ના મકાનમાં તેની સાથે રહેતી બંને યુવતીઓ તેમની માતાને મળવા ગઇ હતી. જોકે ડોરબેલ વાગતા જ રાહુલે દરવાજો ખોલ્યો અને બંનેને અંદર બોલાવી ચપ્પુ બતાવ્યું હતું અને મારી નાખવાની ધમકી આપી હતી. બાદમાં બંનેને રાહુલે કપડાં ઉતારવા જણાવ્યું હતું અને તેમણીના શરીર પર થી ટી શર્ટ ઉતારવાની શરૂઆત કરતા જ બન્ને યુવતીઓ જેમતેમ કરીને ત્યાંથી ભાગવામાં સફળ થઈ હતી. આ અંગે બંને એ તાજેતરમાં એ–ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જોકે આ અંગે રાહુલ ખંડેલવાલ સામે પોસ્કો સહિતની કલમ દાખલ કરવામાં આવી છે. જોકે આ રાહુલ ખંડેલવાલ અગાઉ એક ગુના માં જેલવાસો કરીને બહાર આવેલ છે. ચકચારી મર્ડર કેસની એક મહિલા સાથે તેને પ્રણયફાગ ખીલ્યો હોઈ એમ બંને જેલવાસો કરીને બહાર આવતા એક સાથે જ રહે છે. તો આ તરફ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY