રાજકોટ,
તા.૧૩/૦૩/૨૦૧૮
ભક્તનગર વિસ્તારમાં સગીરા સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે. ૧૨ વર્ષની સગીરા સાથે ગેંગરેપ થયો હોવાનું તબીબ તપાસમાં બહાર આવ્યુ છે. ડોક્ટરનો દાવો છે કે સગીરાને ૫ થી ૭ માસનો ગર્ભ છે.
પરિવારને આ મામલાના જાણ થતા ભક્તનગર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ભક્તનગર પોલીસે સમગ્ર મામલાને મહિલા પોલીસ મથકને સોંપ્યો હતો. જ્યાં મહિલા પોલીસે સગીરા સાથે ગેંગરેપની ફરિયાદ દાખલ કરીને તપાસ કરી છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં આ પ્રકારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ૧૨ વર્ષની સગીરા સાથે ગેંગરેપ થયાનું તબીબ તપાસમાં બહાર આવ્યું હતું. ડોક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, સગીરાને ૭ માસનો ગર્ભ છે. જેને લઇ પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"