યમુનામાં એમોનિયાનું પ્રમાણ વધી જવાથી જળ સંકટ

0
75

ન્યુ દિલ્હી,તા.૨૪/૦૨/૨૦૧૮

૪૦ ટકા વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી ઉભી થશે

યમુના અને મુનક નહેરના પાણીમાં એમોનિયાનું પ્રમાણ ફરી એક વાર વધી ગયુ છે.
જેને સંપૂર્ણ સાફ કરવામાં દિલ્હી જળ બોર્ડના અડધા ડઝન યંત્રોમાં સંશોધનનું કામ શરૂ કરાયુ છે. જેનાથી નવી દિલ્હી સહિત લગભગ ૪૦ ટકા વિસ્તારમાં પીવાના પાણીમાં મુશ્કેલી ઉભી થશે. આવનાર કેટલાક દિવસો સુધી આ પ્રભાવિત વિસ્તારોમાં પીવાના પાણીનું સંકટ ઉભુ થવાની સંભાવના છે.

દિલ્હી જળ બોર્ડ અનુસાર યમુના અને મુનક નહેરના પાણીમાં એમોનિયાનું પ્રમાણ સામાન્ય કરતા વધારે હોવાના કારણે ચંદ્રાવલ, વજીરાબાદ, હૈદરપુર, નાંગલોઈ, દ્વારકા, બવાના વગેરે જળ શોધન યંત્રોમાં કામ શરૂ થયુ છે. જાકે એમોનિયાનું પ્રમાણ વધુ હોવાથી યંત્ર સમગ્ર ક્ષમતાથી જળ શોધન કરી શકતા નથી.

જળ બોર્ડ અનુસાર સમસ્ત જળ શોધન સંયંત્રોમાં લગભગ ૭૦ ટકા જ પાણી સાફ થઈ શક્્યું છે. આ સંયંત્રો સાથે જાડાયેલ નવી દિલ્હી, ઉત્તરી દિલ્હી, મધ્ય દિલ્હી, દક્ષિણ દિલ્હી, પશ્ચિમી દિલ્હી અને દિલ્હી છાવણીના અધિકાંશ વિસ્તારોમાં પીવાના પાણીની મુશ્કેલી ઉભી થઈ રહી છે. જળ બોર્ડનું કહેવુ છે કે હરિયાણાના કેટલાક શહેરોમાં પ્રદૂષણયુક્ત પાણી યમુનામાં નાખવાથી એમોનિયાના પ્રમાણમાં વધારો થયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY