સહારાને ઍમ્બી વૅલીમાંની પ્રોપર્ટી વેચવા ૧૫મી મે સુધીની મહેતલ

0
61

ન્યુ દિલ્હી,
તા.૨૦/૪/૨૦૧૮

સુપ્રીમ કોર્ટે સહારા સમૂહને એમ્બી વેલીની મિલ્કત વેચવાની આપી મંજૂરી

સર્વોચ્ચ અદાલતે સહારા જૂથને મહારાષ્ટના ઍમ્બી વૅલીમાંની પોતાની પ્રાપર્ટી વેચવા ૧૫મી મે સુધીનો સમય આપ્યો હતો. આ ઉપરાંત, આ વેચાણથી મળનારી રકમ સેબી – સહારા રિફંડ એકાઉન્ટમાં જમા કરાવવી પડશે. મુખ્ય ન્યાયમૂર્તિ દીપક મિશ્રાના નેતૃત્વ હેઠળની ખાસ બૅન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સહારા જૂથ ૧૫મી મે સુધીમાં પોતાની પ્રાપર્ટી વેચવામાં નિષ્ફળ જશે તો મુંબઈ વડી અદાલતના સત્તાવાર લિક્વડેટર આ પ્રાપર્ટી લિલામ દ્વારા વેચવાની કાર્યવાહી હાથ ધરશે.

બૅન્ચે ઍમ્બી વૅલીમાંની પ્રાપર્ટીની જાળવણી માટે નિમાયેલા અદાલતના રિસિવર અને સત્તાવાર લિક્વડેટરે સુપરત કરેલા અહેવાલની નોંધ લીધી હતી. ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ એ. કે. સિક્રીની બનેલી બૅન્ચે અદાલતના રિસિવરને જાળવણી માટેની રકમ ભેગી કરવા અને સહારા જૂથ જા જાળવણીનું કામ ફરી શરૂ કરતું હોય તો તેને ચૂકવવા હુકમ કર્યો હતો.

સત્તાવાર લિક્વડેટરે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે અમે ઍમ્બી વૅલીમાંની આ પ્રાપર્ટીના લિલામની કામગીરી હાથ ધરી છે. તેના માટે ૨૧મી મેથી ૩૧મી મે સુધીમાં બિડ મગાવાઇ છે અને લિલામ બીજી જૂને રખાયું છે.
અદાલતે જણાવ્યું હતું કે અમે સહારા જૂથને આ પ્રાપર્ટી વેચવા ૧૫મી મે સુધીનો સમય આપીએ છીએ અને તેમ નહિ કરાય તો તેનું લિલામ કરાશે. બૅન્ચે આ કેસની વધુ સુનાવણી ૧૫મી મેએ રાખી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY