લંડનમાં પીએમ મોદીના વિરોધમાં ભારતીય રાષ્ટધ્વજનું અપમાન, બ્રિટેને માંગી માફી

0
39

લંડન,
તા.૨૦/૪/૨૦૧૮

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બ્રિટન પ્રવાસ દરમિયાન ભારતમાં થયેલા અત્યાચારના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા એક સમૂહ ઉગ્ર થઇ ગયું જ્યારે ૫૩ રાષ્ટÙમંડળ દેશનો ‘ફ્લેગ પોલ’ પર લાગેલા રાષ્ટધ્વજમાંથી ભારતીય રાષ્ટધ્વજને નુકસાન પહોંચાડવામાં આવ્યું.

દ્વીપક્ષીય બેઠક માટે લંડન આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જ્યારે બ્રિટિશ વડાપ્રધાન ટેરીજા મે સાથે મુલાકાત કરી ત્યારે પણ પ્રદર્શનકારીઓનો વિરોધ હજુ યથાવત હતો. ગુરૂવારે ફ્લેગ પોલ પર લાગેલા ભારતીય રાષ્ટધ્વજના ફાડી નાખ્યા બાદ પાર્લામેન્ટ સ્કેવર પર કેટલાક પ્રદર્શનકારીઓ ઉગ્ર થઇ ગયાહતા.

મેટ્રોપાલિટન પોલીસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૧૮ એપ્રિલ (બ્રિટન સમયાનુંસાર) સાડા ત્રણ કલાકની આસપાસ પાર્લામેન્ટ સ્કેવરમાં ભારતીય રાષ્ટધ્વજને નીચે ઉતાર્યા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. હાલમાં બીજા ભારતીય રાષ્ટધ્વજ લગાવી દેવામાં આવ્યો છે.

કોઇની ધરપકડ કરવામાં આવી નથી પણ તપાસ ચાલુ છે. આ અગાઉ ભારતના પ્રવાસ સંબંધી ભારતના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે બ્રિટિશ અધિકારીઓ સમક્ષ આ અંગે જાણ કરી હતી, તેમણે આ ઘટનાની માફી માંગી છે, આ અંગે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન પણ આપ્યું હતુ.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY