સારી, મને તમિળ રિમેકમાં રસ નથી : શાહરૂખ ખાન

0
2

મુંબઈ,તા.૧૫
બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને કહ્યુ હતું કે મને હિટ તમિળ ફિલ્મ વિક્રમ વેધ પરથી હિન્દી રિમેક કરવામાં રસ નથી.
અગાઉ સાઉથની ઘણી હિટ ફિલ્મો પરથી હિન્દી રિમેક બની છે અને સુપરહિટ નીવડી છે. દાખલા તરીકે સલમાન ખાનને રાતોરાત સ્ટાર બનાવનારી ફિલ્મ વોન્ટેડ, અજય દેવગણની સિંઘમ, અક્ષય કુમારની રાઉડી રાઠોડ વગેરે ફિલ્મો મૂળ સાઉથની હિટ ફિલ્મો હતી.
તાજેતરમાં એવી વાતો વહેતી થઇ હતી કે ૨૦૧૭માં રજૂ થયેલી અને હિટ નીવડેલી તમિળ ફિલ્મ વિક્રમ વેધની હિન્દી રિમેક માટે શાહરુખ ખાનનો સંપર્ક સાધવામાં આવ્યો હતો.
મૂળ ફિલ્મમાં આર માધવન અને વિજય સેતુપતિ ચમક્યા હતા અને એક્શન થ્રીલર ફિલ્મ હતી. શરૃમાં શાહરુખને આ ફિલ્મની વાતમાં રસ પડયો હતો પરંતુ પાછળથી એણે રસ ગુમાવી દીધો હતો.
આ રિમેકના ક્રિયેટિવ કન્સલ્ટન્ટ તરીકે બોલિવૂડમાં એક કરતાં વધુ હિટ ફિલ્મો આપનારા સર્જક નીરજ પાંડે સેવા આપી રહ્યા છે. શાહરુખની ઇચ્છા એવી હતી કે હિન્દી રિમેકના ડાયરેક્શનની જવાબદારી પણ નીરજ સંભાળે.
શાહરુખને પોલીસ અધિકારીનો (માધવને કરેલો ) રોલ આૅફર થયો હતો . જા કે એણે વિજય સેતુપતિવાળો રોલ પસંદ કર્યો હતો. જે કંઇ બન્યું તે, પરંતુ હવે શાહરુખે આ ફિલ્મ કરવાની ના પાડી હોવાની માહિતી મળી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY