મુંબઈ,તા.૧૫
અભિનેતા શ્રેયસ તાલપડેએ કહ્યું હતું કે એક્શન કે રોમાન્સ કરતાં કોમેડી કરવી મુશ્કેલ છે. કોમેડીમાં સંવાદફેંકની છટા અને ટાઇમિંગ બહુ મહત્વના છે.
ઇકબાલ અને દોર જેવી ફિલ્મોમાં મહત્વના રોલ કરી ચૂકેલા શ્રેયસની ઇમેજ કોમેડી સ્ટાર તરીકે બંધાઇ ચૂકી છે. એણે થોડીક કોમેડી ફિલ્મો જતી પણ કરી હતી. ‘જાલી એલએલબીના સર્જકો કહે છે કે મેં એમની ફિલ્મ નકારી કાઢી હતી. જા કે મને બરાબર યાદ નથી. પણ આવી થોડી ફિલ્મો નકારી કાઢી ત્યારે મને ડર હતો કે હું સ્ટિરિયોટાિપ્ડ થઇ જઇશ. પરંતુ ધીમે ધીમે મને કોમેડી ફિલ્મો ગમવા લાગી.
હું એવી માન્યતા પર પહોંચ્યો છું કે એક્શન કે ગંભીર રોલ કરતાં કોમેડીમાં વધુ સર્જનશીલતા જાઇએ. એમાં સંવાદો બોલવાની છટા અને ટાઇમિંગ બહુ મહત્વના હોય છે. આંખના પલકારા જેટલીય ભૂલ થાય તો ઓડિયન્સ હસે નહીં’ એમ શ્રેયસે કહ્યુ હતું.
એણે એક દાખલો આપતાં કહ્યું કે મેં બાળપણમાં જાયેલી મોટા ભાગની ફિલ્મોમાં શક્તિ કપૂર વિલન તરીકે રજૂ થયો હતો. પછી આવી સત્તે પે સત્તા. એમાં મેં શક્તિ કપૂર કપૂરને જાયો ત્યારે મને નવાઇ લાગી કે આ વિલન અહીં શું કરે છે ? મેં એને પૂછ્યું ત્યારે એણે કહ્યુ કે આ ફિલ્મમાં હું વિલન નથી, કોમેડિયન છું. આ મજા છે કામ કરવાની.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





