અમદાવાદ,તા.૧૩
શહેરના નારોલ વિસ્તારમાં આવેલ શાહવાડી પાસે આજે વહેલી સવારે એક યુવકની લોહીથી લથપથ હાલતમાં લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ છે. યુવકને કોઇ અજાણ્યા શખ્સોએ છરીના ઘા કે પછી કોઇ અન્ય વસ્તુથી ઇજા પહોંચાડીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પોલીસ માની રહી છે.
નારોલ વિસ્તારમાં આવેલ શાહવાડી પાસે સવારે એક યુવકની લાશ મળી આવી છે. કોઇ સ્થાનિક શાહવાડીથી પસાર થતો હતો ત્યારે તેને યુવકની લાશ જાઇ હતી.
લોહીથી લથપથ હાલતમાં યુવકની લાશ જાતાંની સાથે સ્થાનિક રહીશે તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસ કંટ્રોલરૂમે નારોલ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ ઇન્સ્પેક્ટર સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
પોલીસ ઇન્સ્પેક્ટર જાદવના જણાવ્યા અનુસાર યુવકને આડેધડ છરીના ઘા ઝીંકીને અથવા તો કોઇ પણ ધારદાર હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. મરનાર યુવક કોણ છે તે હજુ જાણી શકાયું નથી.
પોલીસે યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યા પાછળ કોઇ અંગત અદાવત હોય તેવું પોલીસ માની રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



