આગ્રા,તા.૧૩
ઉત્તરપ્રદેશના આગ્રામાં યુવતી સાથે ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. પીડિતાનો આરોપ છે કે આરોપીઓ Îવારા તેનો નાહતો વીડિયો બનાવી લીધો. આ વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપી ત્રણે લોકોએ તેનો ગેંગરેપ કર્યો. હવે પીડીતાએ પોલીસને તેને વિશે જણાવીને ન્યાય માંગ્યો છે.
આખો મામલો આગ્રાના સદર ચોકી વિસ્તારનો છે. પીડીતાએ પોલીસને ફરિયાદમાં જણાવ્યું કે પાડોશમાં રહેતા ૪૦ વર્ષના યુવકે તેનો નાહતો વીડિયો બનાવી લીધો. પીડિતા ધ્વારા જણાવવામાં આવ્યું કે આરોપી તેનો વીડિયો વાયરલ કરવાનું કહીને તેને ધમકી આપવા લાગ્યો. આરોપી યુવકે તેને પોતાનો મોબાઈલ નંબર આપ્યો અને કહ્યું કે જા તું મારી સાથે વાત નહીં કરે તો વીડિયો વાયરલ કરીને તેને બદનામ કરી નાખીશ.
પીડીતાએ પોલીસને જણાવ્યું કે ૩૦ ઓગસ્ટ દરમિયાન યુવકે તેને રાત્રે ફોન કર્યો અને કહ્યું કે જા તું મને મળવા આવશે તો તું તારી સામે જ વીડિયો ડીલીટ કરી નાખીશ. પીડિતા તેની વાત પર વિશ્વાસ કરીને તેની પાસે ચાલી ગયી. પીડિતા ધ્વારા આરોપ લગાવવામાં આવ્યો કે આરોપી યુવક તેના બે મિત્રો સાથે હતો. ત્યાં આરોપીએ તેના બે મિત્રો સાથે મળીને તેની સાથે દુષ્કર્મ કર્યું. જયારે પીડિતા ચીસો પાડવા લાગી ત્યારે તેઓ ભાગી ગયા. જયારે આરોપીએ આજે ફરી પીડિતાને ફોન કર્યો અને તેની સાથે પહેલા જેવું કરવા કહ્યું ત્યારે પીડીતાએ સાફ ઇન્કાર કરી દીધો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




