મુંબઈ,
તા.૧૩/૪/૨૦૧૮
દરેક શહેરને ‘સમાર્ટ’ બનાવવાનું મહારાષ્ટÙ સરકારનું સપનું પ્રસંશનીય છે, પરંતુ આ ત્યારે શક્ય છે જ્યારે શહેરના રસ્તાઓ, ફૂટપાથ વગેરેમાં ખાડા ન હોય અને તેની સ્થતિ સારી હોય, એમ મુંબઈ હાઇ કોર્ટે જણાવ્યું હતું.
સારા રસ્તાઓ, શરીઓ અને ફૂટપાથ એ નાગરિકોનો નૈતિક અધિકાર છે અને લોકોને તેનાથી વંચિત ન રાખી શકાય, એમ કોર્ટે વધુમાં કહ્યું હતું. મુંબઈ અને મહારાષ્ટના અન્ય જિલ્લાઓમાં રસ્તાઓની હાલત ખરાબ છે અને રસ્તા પરના ખાડાને કારણે વાહનોના અકસ્માતમાં વધારો થઇ રહ્યો છે એ અંગેની બાબત કોર્ટ સમક્ષ આવ્યા બાદ ઉક્ત નિવેદન કરવામાં આવ્યું હતું.
રસ્તાની હાલત સારી હોવાની ખાતરી કરવાની કાનૂની અને બંધારણીય જવાબદારી રાજ્ય સરકાર અને અન્ય સ્થાનિક સત્તાવાળાઓની છે. શહેરોને સ્માર્ટ બનાવવાનું સપનું રાજ્ય સરકારનું છે એ અંગે આપણે સૌ અવગત છીએ. તેમ છતાં રસ્તાઓ, શેરીઓ અને ફૂટપાથ ખાડામુક્ત ન થાય, તેની સ્થતિ સારી ન થાય ત્યાં સુધી કોઇ પણ શહેર સ્માર્ટ ન બની શકે, એમ કોર્ટે કહ્યું હતું.
રસ્તાઓ માટે આપવામાં આવતા કાન્ટ્રેક્ટ્સની અમુક નીતિઓ તૈયાર કરો જેથી તેની ગુણવત્તાની ખાતરી કરી શકાય, એમ હાઇ કોર્ટે કહ્યું હતું.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"