યુપી વિધાનપરિષદની ચૂંટણી : બીએસપીને મળ્યો એસપીનો ટેકો – ૧૩ બેઠક પર મતદાન થશે

0
91

લખનઉ,
તા.૧૩/૪/૨૦૧૮

ઉત્તર પ્રદેશમાં યોજાનારી દ્વિવાર્ષિક વિધાન પરિષદની ચૂંટણીમાં સમાજવાદી પક્ષે બહુજન સમાજ પક્ષ (બીએસપી)ને ટેકો આપવાનો નિર્ણય કર્યાના બીજા જ દિવસે માયાવતીના પક્ષના બી. આર. આંબેડકરે અહીં ઉમેદવારી નોંધાવી હતી.

બીએસપીના રાષ્ટીય મહામંત્રી એસ. સી. મિશ્રા સહિતના બીએસપીના વરિષ્ઠ નેતાઓ સાથે આંબેડકરે બે સેટ્‌સ ફાઈલ કર્યાં હતા, એમ વિધાન પરિષદમાંના રિટ‹નગ આૅફિસર અને સંયુક્ત સચિવ અશોકકુમાર ચૌબેએ જણાવ્યું હતું.

વિધાન પરિષદની ૧૩ બેઠકો માટે થનારી ચૂંટણી માટે અત્યાર સુધીમાં માત્ર આંબેડકરે જ ઉમેદવારીપત્રક ભર્યું છે. ૧૬મી એપ્રિલ સુધી ઉમેદવારી નોંધાવી શકાશે અને તેની ચકાસણી બીજા દિવસે કરવામાં આવશે. ઉમેદવારી પાછી ખેંચવાનો છેલ્લો દિવસ ૧૯મી એપ્રિલ છે. ૨૬મી એપ્રિલે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે.

ગયા મહિને થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં બીએસપી-એસપીના સંયુક્ત વિપક્ષી સભ્યો તરીકે તેમણે ઝુકાવ્યું હતું, પણ તેઓ ભાજપના અનિલ અગરવાલ સામે હારી ગયા હતા.

રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહમાં અમારા જ પક્ષનો ઉમેદવાર સમાજવાદી પક્ષના ટેકાથી ચૂંટાઈ આવશે એવો મિશ્રાએ વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. વિધાન પરિષદની એક બેઠક માટે અમે બીએસપીને ટેકો આપીશું એમ સમાજવાદી પક્ષે બુધવારે જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY