૨૫ વર્ષ બાદ સૈફ અલી ખાને સતામણીની ઘટના શેર કરી

0
217

મુંબઈ,તા.૧૫
બોલીવુડમાં #Me Too અભિયાન અંતર્ગત ઘણા કલાકારોએ પોતાની સાથે થયેલા જાતિય શોષણની ઘટના શેર કરી છે. અભિનેતા સૈફ અલી ખાને આ અભિયાનને સપોર્ટ જાહેર કર્યો છે. એટલુ જ નહીં, તેણે ૨૫ વર્ષ પહેલા તેની સાથે થયેલી સતામણીની ઘટના શેર કરી છે. જા કે તેમનું આ હેરેસમેન્ટ સેક્સુઅલી નહોતુ.
તેણે કહ્યું કે, “મારા કેરિયરમાં મે પણ હેરેસમેન્ટનો સામનો કર્યો છે, પરંતુ સેક્સુઅલી નહીં. મને ૨૫ વર્ષ પહેલા હેરેસ કરવામાં આવ્યો હતો. આ વિશે વિચારીને હું આજે પણ ગુસ્સે થઈ જાઉ છું. ઘણા લોકો બીજાને સમજતા નથી. બીજાઓનું દુઃખ સમજવું ઘણું મુશ્કેલ છે. હું આ વિશે વાત નથી કરવા ઇચ્છતો કારણ કે આજે આ જરૂરી નથી. આજે આપણે મહિલાઓનું ધ્યાન રાખવાની જરૂર છે.”
સૈફનું કહેવું છે કે, “આરોપીઓને સજા મળવી જાઇએ. તેઓ જુની ઘટનામાં પણ દોષી ઠરે તો પણ તેમને સજા મળવી જાઇએ. લોકો અપમાનિત છે અને તેઓ ન્યાયની રાહ જાઇ રહ્યા છે. જે પણ થઈ રહ્યું છે તે યોગ્ય નથી થઈ રહ્યું. જેમણે પણ મહિલાઓનું જાતિય શોષણ કર્યું છે તેમણે તેનું વળતર તો ચુકવવું પડશે.”
સાજિદ ખાન પર લાગેલા આરોપો પર સૈફ અલી ખાને કહ્યું કે, “મને ખરેખર નહોતી ખબર કે આવુ પણ કંઇક થયું છે. જા મારી સામે આવુ થયું હોત તો હું તેવા વાતાવરણમાં કામ ના કરી શકત. મારી સામે આ બધુ ના થવા દેત. જ્યાં મહિલાઓનું અપમાન થાય તેવું વાતાવરણ મને જરા પણ પસંદ નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY