ડાયરેક્ટર શ્યામ કૌશલ પર બે મહિલાઓએ યૌન શોષણનો આરોપ મૂક્યો

0
6

મુંબઈ,તા.૧૫
યંગ એક્ટર વિક્કી કૌશલના પિતા અને બોલીવુડના એક્શન ડાયરેક્ટર શ્યામ કૌશલનું નામ પણ #Me Too કેમ્પેઇન હેઠળ સામે આવ્યું છે. ૨ મહિલાઓએ તેના પર શૂટ દરમિયાન યૌન દુર્વ્યવહાર કરવાનો આરોપ લગાવ્યો છે. ટિવટર પર નમિતા પ્રકાશે એક પોસ્ટમાં પોતાની આપવીતી જણાવી છે.
નમિતાએ મનોરમા સિક્સ ફીટ અંડર, અબ તક ૫૬ અને હનીમૂન ટ્રાવેલ પ્રાઇવેટ લિમિટેડ જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ છે. તેમનો આરોપ છે કે ૨૦૦૬માં આઉટડોર શૂટિંગ વખતે એક્શન ડાયરેક્ટર શ્યામ કૌશલે વોડકા પીવા માટે મને એક રૂમમાં બોલાવી હતી.
નમિતાએ ઇનકાર કર્યા બાદ પણ શ્યામ કૈશલે વારંવાર જીદ કરી. પછી શ્યામ તેને ફોનમાં પોર્ન ફિલ્મ દેખાડવા લાગ્યા. તે બાદ નમિતા કોઇપણ રીતે રૂમમાંથી બહાર આવી ગઇ.
નમિતા ઉપરાંત અન્ય એક મહિલાએ શ્યામ કૌશલ પર ગંભીર આરોપ લગાવ્યાં છે. મહિલાનો આરોપ છે કે શ્યામ તેને વાંરવાર મેસેજ કરીને પોતાના રૂમમાં બોલાવતાં હતા. જ્યારે મહિલાએ ઇનકાર કર્યો તો શ્યામે સેટ પર તેની મજાક ઉડાવાનું શરૂ કર્યુ. તે મહિલાને મેન્ટલી હેરેસ કરી રહ્યાં હતાં.
આ મામલે શ્યામ કૌશલ તરફથી કોઇ નિવેદન સામે નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે#Me Tooકેમ્પેઇનમાં અત્યાર સુધી સાજિદ ખાન, નાના પાટેકર, વિકાસ બહેલ, આલોક નાથ, લવ રંજન, પીયુષ મિશ્રા, સુભાષ ઘઇ, રજત કપૂર જેવા મોટા નામ સામે આવ્યાં છે. બોલીવુડમાં મી ટૂ કેમ્પેઇનની અસલ શરૂઆત નાના પાટેકર અને તનુશ્રી દત્તાના વિવાદ બાદ થઇ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY