વિશાખાપટ્ટનમ્,તા.૨૫
ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમવામાં આવેલી સીરીઝની બીજી વનડે ટાઇ પર સમાપ્ત થઇ. ટીમ ઈન્ડિયા દ્વારા આપવામાં આવેલા ૩૨૨ રનોના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેસ્ટ ઇન્ડીઝ ટીમે અંતિમ ઓવરમાં જીતવા માટે ૧૪ રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ ઉમેશ યાદવને બોલ આપ્યો, ઉમેશે પ્રથમ પાંચ બોલમાં ૯ રન આપ્યા અને એક વિકેટ પણ લીધી. એવામાં વેસ્ટ ઇન્ડીઝે અંતિમ બોલ પર જીતવા માટે પાંચ અને ટાઇ માટે ચાર રન જાઇતા હતા. અંતિમ બોલમાં શાઇ હોપે ફોર મારી અને મેચ ટાઇ પર પુરી થઇ.
હોપ ૧૨૩ રન બનાવી નોટ આઉટ રહ્યો, હોપની વનડેમા આ બીજી સદી છે. રસપ્રદ વાત એ છે કે હોપના બન્ને સદી લગાવ્યા બાદ મેચ ટાઇ પર પુરી થઇ છે. આ પહેલા વર્ષ ૨૦૧૬માં તેને જિમ્બાબ્વે વિરુદ્ધ બુલવાયોમાં સદી ફટકારી હતી અને તે મેચ પણ ટાઇ પર ખતમ થઇ હતી. તે ટાઇ મેચમાં બે સદી બનાવનાર દુનિયાના એકમાત્ર બેટ્સમેન છે.
સાથે જ હોપની ટાઇ મેચમાં નોટ આઉટ રહેતા સૈથી મોટો વ્યકિતગત સ્કોર છે આ પહેલા આ રેકોર્ડ પાકિસ્તાનના સઇદ અનવરના નામે હતો. અનવરે વર્ષ ૧૯૯૫માં જિમ્બાબ્વે વિરુદ્ધ ૧૦૩* રનની ઇનિંગ્સ રમી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




