ભરૂચના જી.એન.એફ.સી. રોડ પાસે અજણ્યા વાહનની અડફેટે રાષ્ટ્રીય પક્ષી મોરને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે પશુ ચિકિત્સાલય દવાખાને સારવાર દરમિયાન મોરનું મોત નીપજ્યું હતું

0
167

ભરૂચ:

આજ રોજ બાપોરના સમયે ભરૂચના જી.એન.એફ.સી. રોડ પાસે રોડ પર રાષ્ટ્રીય પક્ષી મોરને કોઈ અજાણ્યા વાહન ચાલકે પોતાના વાહનની અડફેટમાં લેતા મોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેની જાણ જીવદયા પ્રેમીઓને થતાં તેઓ દ્વારા મોરને પ્રથમ તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ પશુ ચિકિત્સાલય ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં હાજર તબીબ ડૉ. ઈશ્વર ગેહલોતે મોરને મૃત જાહેર કર્યો હતો. જોકે મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી હોઈ અને શિડ્યુલ (૧) કેટેગરીમાં આવતું હોવાથી ભરૂચ વન વિભાગના અધિકારીઓએ મોરના મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ કરવવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY