બિગ બોસ : શ્રીસંત સલમાન ખાન ગુસ્સે થયો

0
9

મુંબઈ,તા.૨૨
સલમાન ખાનનો ગુસ્સો લોકોએ ઘણી વાર જાયો છે. ‘બીગ બાસ સીઝન ૧૨’નાં ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાન પહેલીવાર લોકો સામે આવે છે. ‘વીકેન્ડ કા વાર’નાં પ્રોમો આવી ગયા છે. એક પ્રોમોમાં સલમાન ખાન શ્રીસંતને કંઇક એવો પ્રશ્ન પુછી દે છે જે સાંભળીને તે ગુસ્સે થઈ જાય છે અને ઘર છોડવાની વાત કરે છે.
વિડીયોમાં દર્શાવવામાં આવ્યું છે કે શ્રીસંતને સલમાન ખાન પ્રશ્ન કરે છે કે તમે ઉછેર પર પ્રશ્ન કેવી રીતે ઉઠાવ્યો? સલમાન ખાન કહે છે કે આ ઘણો ભારે શબ્દ છે. આ સીધો મા-બાપ પર જાય છે. શ્રીસંતને પ્રશ્ન પુછતી વખતે સલમાન ખાન ગુસ્સામાં જાવા મળ્યો હતો. જવાબમાં શ્રીસંત કહે છે કે તે ગુસ્સામાં હતો.
વિડીયોમાં શ્રીસંત કહે છે કે, “મારા માતા-પિતાને કોઇ બોલે તો સારું છે? એટલે કે હું ખરાબ છું. બરાબર છે તો સર, મારે બોલવું જ નથી. આજથી હું અહીં છું જ નહીં.” સલમાનને આટલુ કહીને શ્રીસંત ગુસ્સામાં ઉભો થાય છે અને માઇક ઉતારીને ઘરથી જવાની વાત કરે છે. શ્રીસંતનાં આ વર્તનને જાઇને ઘરનાં લોકો જ નહીં, પરંતુ સલમાન ખાન પણ ચોંકી જાય છે. ઉલ્લેખનીય છે કે બિગ બાસનાં ઘરમાં સોમી શ્રીસંતને કંઇક કહે છે ત્યારે શ્રીસંત તેને કહે છે કે, “તમારો ઉછેર સારી રીતે નહીં થયો હોય.” આ દરમિયાન શ્રીસંતને દીપિકા રોકે છે પરંતુ તે ગુસ્સે થઈ જાય છે. ત્યારબાદ સોમીની બહેન સબા પણ આવી જાય છે અને વાત વધી જાય છે. ત્યારબાદ શ્રીસંત માફી માંગે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY