મુંબઈ,તા.૨૫
મોખરાના ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરા પોતે જેને કશ્મીરની ધરતી પરની કથા રજૂ કરતી ફિલ્મ શિકારા માટે સાઇન કર્યો છે એ અભિનેતા ઝૈન ખાન દુર્રાનીને દરવાજા દેખાડી દેશે ખરા કે એવી ચર્ચા આજકાલ થઇ રહી છે. ફિલ્મ સર્જક ઓનીરની કુછ ભીને અલ્ફાઝથી અભિનય ક્ષેત્રે ઝંપલાવનારા ઝૈન સામે અભિનેત્રી સલોની ચોપરા અને અન્યોએ જાતીય દુરાચારના આક્ષેપ કર્યા હતા.
ઓનીરે કહ્યું હતું કે વિધુ વિનોદ ચોપરા એક પ્રતિષ્ઠિત નામ છે અને એમની બોલિવૂડ પર બહુ મોટી વગ છે. એમને આ સમાચારની જાણ હોવા છતાં એમણે ઝૈનને હજુ પોતાની ફિલ્મમાંથી કાઢી કેમ નથી મુકિયો એ વાતની મને નવાઇ લાગે છે. ‘રોજ રાત્રે ૧૧ વાગ્યા પછી એનામાં હેવાન જાગૃત થઇ જાય છે. એ સુરા અને શબાબમાં સરકી પડે છે. મને પહેલેથી એની આ બાબતની જાણ હોત તો હું એને મારી ફિલ્મમા તક આપત નહીં. વિધુ વિનોદ ચોપરા ઝૈનની આ બાબતો વિશે પરિચિત છે કે નહીં એની મને જાણ નથી. પરિચિત હોય તો એમણે તરત ઝૈનની હકાલપટ્ટી કરવી જાઇએ. જમ્મુ કશ્મીરના રૃઢિચુસ્ત પરિવારમાંથી આવતો આ યુવાન હજુ તો કારકિર્દીના આરંભે જ ભટકી ગયો છે. બોલિવૂડમાં એ લાંબી ઇનિંગ રમી શકે એવું લાગતું નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




