ભાજપનું ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન : અમિત શાહ ૫૦ લોકોને વ્યક્તિગત રીતે સંપર્ક કરશે

0
17

ન્યુ દિલ્હી,તા.૨૯
નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થવા પર બીજેપીએ ‘સંપર્ક ફોર સમર્થન’ અભિયાન શરૂ કર્યું છે. તે અંતર્ગત પાર્ટી અધ્યક્ષ અમિત શાહે મંગળવારે પૂર્વ સેના પ્રમુખ દલબીર સુહાગ સાથે તેમના ગુડગાંવ સ્થિત ઘર જઈને મુલાકાત કરી. ત્યારબાદ તેમણે બંધારણ વિશેષજ્ઞ સુભાષ કશ્યપ સાથે પણ મુલાકાત કરી હતી. શાહ ઓછામાં ઓછા ૫૦ લોકોને વ્યક્તિગત રીતે સંપર્ક કરશે. તેમાં કેન્દ્ર સરકારના જનઉપયોગી કામ પ્રતિ દેશમાં જાગૃકતા ઊભી કરવા અને જનતાના સમર્થન માટે બીજેપી ઘરે-ઘરે જશે. તેમાં બૂથ સ્તર સુધી પાર્ટીના દરેક કાર્યકર્તા ભાગ લેશે.
બીજેપીના આ અભિયાનને ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની તૈયારી માનવામાં આવે છે. તે હેઠળ પાર્ટીના મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી અને પંચાયત સભ્ય સહિત લગભગ ૪૦૦૦ કાર્યકર્તા-નેતા એક લાખથી વધુ પ્રતિષ્ઠિત લોકોને અંગત રીતે સંપર્ક કરશે. આ અભિયાન હેઠળ નરેન્દ્ર મોદી નમો એપ દ્વારા કેન્દ્રની યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી રહ્યા છે.
વડાપ્રધાને સોમવારે ઉજ્જવલા યોજનાનો લાભ લેનારી મહિલાઓ સાથે એપ દ્વારા વાત કરી હતી. ત્યારબાદ મંગળવારે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાના લાભાર્થીઓ સાથે વાત કરી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY