પાકિસ્તાનનાં પહેલાં મહિલા ચીફ જસ્ટિસ હશે સૈયદા તાહિરા સફદર

0
8

લાહોર,તા.૨૪
પાકિસ્તાનના બલુચિસ્તાનની હાઈકોર્ટમાં જસ્ટિસ સૈયદા તાહિરા સફ્દરને ચીફ જસ્ટિસ બનાવવામાં આવ્યાં છે. તેઓ પાકિસ્તાનની કોઈ પણ કોર્ટનાં પહેલાં મહિલા ચીફ સ્ટિસ હશે. પાકિસ્તાનનાં ચીફ સ્ટિસે ગઈ કાલે તેમની નિયક્તિની જાહેરાત કરી હતી.
રૂઢિવાદી મસ્લિમ દેશ તરીકે ઓળખાતા પાકિસ્તાનના ન્યાયિક ઈતિહાસમાં આ નિયક્તિ ખરેખર ઐતિહાસિક છે. પાકિસ્તાનના ચીફ સ્ટિસ સાકિબ નિસારે કહ્યું કે મેડમ તાહિરા સફદર બલુચિસ્તાનની હાઈકોર્ટનાં આગામી ચીફ જસ્ટિસ હશે.
બલુચિસ્તાન હાઈકોર્ટના હાલના ચીફ જસ્ટિસ મોહમ્મદ નૂર મેસ્કન જાઈનો કાર્યકાળ ૩૧ ઓગસ્ટે સમાપ્ત થઈ રહ્યો છે અને તાહિરા તેમની જગ્યા લેશે. તાહિરા આવતા વર્ષે ૫ ઓક્ટોબર સુધી ચીફ જસ્ટિસના પદ પર રહેશે. તેઓ ત્રણ જજની સ્પેશિયલ કોર્ટનાં ચીફ હશે. આ જ અદાલતમાં પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક જનરલ પરવેઝ મુશર્રફ વિરુદ્ધ ઘટનાની સુનાવણી ચાલી રહી છે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY