રોહિત શેટ્ટી અક્ષય કુમારને લઇને ફિલ્મ બનાવશે

0
7

મુંબઈ,તા.૧૦
સુપર સ્ટાર શાહરુખ ખાન અને મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણ સાથે કેટલીક સુપરહિટ ફિલ્મો આપનારા ખમતીધર ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી હવે આ બંનેને બદલે અક્ષય કુમારને લઇને ફિલ્મ બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવાની જાણકારી મળી હતી.
અગાઉ શાહરુખ સાથે ચેન્નાઇ એક્સપ્રેસ અને અજય સાથે સિંઘમ જેવી બોક્સ આૅફિસ પર ધમાલ મચાવી દેનારી ફિલ્મો બનાવી ચૂકેલા રોહિતની ઇમેજ એવી હતી કે એ શાહરુખ અને અજય સાથેજ મોટા ભાગની એક્શન ફિલ્મો બનાવે છે.
પરંતુ આ વખતે એણે અક્ષય કુમાર પર પસંદગી ઊતારી હોવાની માહિતી એમની નિકટનાં સૂત્રોએ આપી હતી. કુંગ ફૂ અને કરાટે જેવી માર્શલ આર્ટની કલાઓમાં નિપુણ એવો અક્ષય કુમાર પણ એક્શન કલાકાર તરીકે મોખરાનો ગણાય છે અને એણે અડધા ડઝનથી વધુ હિટ એક્શન ફિલ્મો આપી છે. શાહરુખ સાથે રોહિતે દિલવાલે અને ચેન્નાઇ એક્સપ્રેસ ફિલ્મો આપી હતી તો અજય સાથે સિંઘમની બે કડી, સુપરહિટ કોમેડી સિરિઝની ગોલમાલની ચાર કડી, ઓલ ધ બેસ્ટ અને બોલ બચ્ચન ફિલ્મો આપી હતી.
તાજેતરમાં એણે કરણ જાહરની એક્શન કોમેડી ફિલ્મ સિમ્બા રણવીર સિંઘને લઇને બનાવી હતી. અક્ષય કુમાર અત્યારે કરણ જાહરની બેટલ આૅફ સારગઢીની કથા પર આધારિત ફિલ્મ કેસરી કરી રહ્યો છે જે માર્ચની આસપાસ રજૂ થવાની શકીયતા છે.એ પૂરી થયા બાદ એ રોહિતની ફિલ્મ કરે એવી શકીયતા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY