૧૨.૪ ડિગ્રી સાથે નલિયા ઠંડુંગાર
કચ્છ,તા.૧૦
અફઘાનિસ્તાનનાં પૂર્વીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે અપર એર સાયક્લોનિક સરક્્યુલેશન સક્રિય થયું છે. જેની અસરથી ૧૦ અને ૧૧ ડિસેમ્બરમાં બે દિવસમાં માવઠાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં અનેક સ્થળે ઝાપટાં અને અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાનો વરતારો હવામાન વિભાગે કર્યો છે. ૧૨થી ૧૩ ડિસેમ્બર બાદ બેથી ત્રણ ડિગ્રી ગગડતાં કાતિલ ઠંડી શરૂ થવાની શક્યતા છે. તો બીજી તરફ, ભર શિયાળે કચ્છના લખપતમાં વરસાદ પડ્યો છે.
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષા થતા રાજ્યમાં ઠંડી વધી છે. ઊત્તર-પૂર્વીય પવનના કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ઊત્તર ભારતમાં અનેક સ્થળે હિમવર્ષા થઈ છે, તો કેટલાક સ્થળોએ ધુમ્મસ પણ છવાઈ ગયું છે. એક બાજુ ગુજરાતમાં ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે તો બીજબાજુ કચ્છમાં વહેલી સવારે માવઠું થયું છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. માવઠું થતા કચ્છમાં ચાલી રહેલા રણોત્સવ પર અસર જાવા મળી શકે છે. હાલ કેટલાંય પ્રવાસીઓ રણોત્સવની મજા માણવા માટે કચ્છના મહેમાન બનતા હોય છે, તેમને પણ અસર થવાની શકયતા છે.
ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો જાવા મળ્યો હતો. ગુજરાતમાં ૧૨.૪ ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુંગાર થઇ ગયું. ત્યારબાદ મહુવામાં ૧૩.૨ ડિગ્રી, ડીસામાં ૧૩.૩ ડિગ્રી તાપમાન, વલસાડમાં ૧૩.૬ ડિગ્રી, રાજકોટમાં ૧૩.૭ ડિગ્રી તાપમાન, વડોદરામાં ૧૪ ડિગ્રી, અમદાવાદમાં ૧૪.૧ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વહેલી સવારે ધુમ્મસ જેવું વાતાવરણ રહેતા ઠંડી જાર પકડે તેવી શકયા છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી જિલ્લામાં લઘુત્તમ તાપમાન ૧૭ ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૨૦૧૪થી લઇને ૨૦૧૭ સુધીમાં ઓખી વાવાઝોડુ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં માવઠું થયું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



