શેરમાં ઘટાડાથી એમેઝોનની વેલ્યુ ૩.૨૧ લાખ કરોડ રૂપિયા ઘટી

0
33

ભારતમાં ઈ-કોમર્સના નિયમોમાં ફેરફારની અસર
સાન ફ્રાન્સિસ્કો,તા.૨
અમેરિકાના શેરબજારમાં એમેઝોનનો શેર શુક્રવારે ૫.૩૮ ટકા ઘટ્યો હતો. આ ઘટાડાને કારણે કંપનીની માર્કેટ કેપ ૩.૨૧ લાખ કરોડ રૂપિયા ઘટીને ૫૬.૪૫ લાખ કરોડ રૂપિયા થઈ છે. કંપનીએ ગુરૂવારે એ બાબત પર ચિંતા કરી હતી કે ભારતે ઈ-કોમર્સના નિયમોમાં ફેરફાર કર્યો છે. તેની અસર શુક્રવારે કંપનીના શેર પર જાવા મળી. બીજી તરફ વોલમાર્ટના શેરમાં ૨.૦૬ ટકાનો ઘટાડો આવ્યો છે. આ કારણે તેનું વેલ્યુએશન ૪૦,૪૭૦ કરોડ રૂપિયાથી ઘટીને ૧૯.૩૬ લાખ રૂપિયા થયું છે.
ઓનલાઈન રિટેલમાં એફડીઆઈની સંશોધિત નીતિ ૧ ફેબ્રુઆરીથી લાગુ થઈ ગઈ છે. વિદેશી રોકાણવાળી ઈ-કોમર્સ કંપનીઓ માટે ભારતમાં નિયમ સખ્ત કરવામાં આવ્યા છે. આ કારણે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ એક્સક્લૂસિવ ડીલ ઓફર નહિ કરી શકે. સાથે જ પોતાના હિસ્સાવાળી અન્ય કંપનીઓની પ્રોડકટ વેચી શકશે નહિ. ભારતના ઈ-કોમર્સ માર્કેટમાં એમેઝોનનો હિસ્સો ૩૧ ટકા છે.
ભારતમાં કારોબાર જાતા એમેઝોન જેવી કંપનીઓએ સરકારને અપીલ કરી હતી કે ઈ-કોમર્સને નવા નિયમો માટે થોડો સમય અને છૂટ આપવામાં આવે. જાકે સરકારે સમય સીમામાં કોઈ ફેરફાર કર્યો નથી.
એમેઝોન અને વોલમાર્ટ ભારતમાં સતત કારોબારનો વિસ્તાર કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વોલમાર્ટે ગત વર્ષે મેમાં ફ્લિપકાર્ટનો ૭૭ ટકા હિસ્સ ૧.૦૭ લાખ કરોડ રૂપિયામાં ખરીદી હતી. તે ઈ-કોમર્સ સેકટરમાં વિશ્વની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY