૧૪ જાન્યુઆરી,૨૦૨૦થી વિન્ડોઝ ૭માં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં

0
13

માઇક્રોસોફ્ટે લીધો મોટો નિર્ણય
સાનફ્રાન્સિસ્કો,તા.૧૬
હવે માઇક્રોસાફ્ટ તેની કમ્પ્યુટર આૅપરેટિંગ સિસ્ટમ બંધ કરવા વિન્ડોઝ ૭ના મેનસ્ટ્રીમ સપોર્ટ બંધ કર્યા બાદ કંપની તેની નવી સુવિધાઓને બંધ કરી રહી છે અને હવે કંપનીએ તેમા નવા ફિચરને જાડવાનું કામ બંધ કરી દીધુ છે અને હવે ૧૪ જાન્યુઆરી, ૨૦૨૦થી તેનો એક્સટેન્ડેડ સપોર્ટ પણ બંધ કરશે.
માઈક્રોસોફ્ટે એક પોસ્ટમાં આ વિશે જાણકારી આપતા જણાવ્યું કે વિસ્તૃત આધાર ખત્મ થયા બાદ કમ્પ્યુટર્સ કામ કરવાનું બંધ કરી દશે, પરંતુ યૂઝર્સને તેમા સિક્્યુરિટી અપડેટ્‌સ મળવાનું બંધ થઇ જશે. આ ઉપરાંત ૨૦ જાન્યુઆરી બાદ પણ વિન્ડોઝ ૭ ઇન્સ્ટોલેશન અને એકટિવેશન પણ ઉપલબ્ધ રહેશે. કંપનીએ સાથે જ યૂઝર્સને સલાહ આપી છે કે સિક્યોરિટીઝ રિસ્ક અને વાયરસથી બચવા માટે Windows ૧૦માં અપગ્રેડ કરો.
દેશમાં મોટા ભાગનાં કમ્પ્યુટર્સમાં વિન્ડોઝ ૭ નો ઉપયોગ થાય છે. આ કિસ્સામાં, જા તેના અપડેટ્‌સ બંધ થઈ જાય, તો ત્યાં સિક્યોરિટીઝ ઇશ્યૂ થઇ શકે છે. આ સિવાય, કમ્પ્યુટર્સ અને એટીએમમાં પણ સલામતીનું જાખમ હોઈ શકે છે.
માઇક્રોસોફ્ટે ૨૦૧૫માં વિન્ડોઝ ૧૦ લોન્ચ કર્યું હતું, પરંતુ લોકોએ વિન્ડોઝ ૭ માટેના સમર્થનને કારણે વિન્ડોઝ ૧૦ને અપનાવ્યું ન હતું. હવે કંપનીએ વિન્ડોઝ ૧૦માં કેટલાક પ્રાઇવસી અપડેટ્‌સ કર્યા છે, તેથી શક્્ય છે કે યૂઝર્સ ટૂંક સમયમાં તેને અપનાવશે. હાલમાં, વિંડોઝ ૧૦ની ઉપલબ્ધતા ૭૦ કરોડથી વધુ ડિવાઇસ પર સક્રિય છે અને તાજેતરમાં વેબ ઍનલિટિક્સ કંપની સ્ટેટકાઉન્ટર અને નેટમેકર્સે તેને સૌથી લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ જાહેર કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY