મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો છે ત્યારે સંઘ સુપ્રિમોનું ચોંકાવનારુ નિવેદન
ન્યુ દિલ્હી,તા.૧૮
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રિદિવસીય મંથન શિબિરમાં સરસંઘચાલક મોહન ભાગવતે રાષ્ટ્રીય મહત્વના અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો રજૂ કર્યા. જો કે પોતાના ભાષણમાં મોહન ભાગવતે કેન્દ્રની મોદી સરકારનું નામ લીધા વગર તેને ૨ મહત્વના સંદેશા આપ્યા છે. ૨૦૧૪માં દેશની કમાન સંભાળ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપ્યો હતો. પરંતુ સરસંઘચાલક મોહન ભાગવતે સ્પષ્ટતા કરી કે સંઘ મુક્ત પર નહીં પરંતુ યુક્ત પર ભાર મુકે છે.
ભાગવતે કહ્યું કે સંઘના લોકો સર્વલોકયુક્તવાળા લોકો છે. મુક્ત વાળા નહીં.તમામને સાથે જોડવાનો અમારો પ્રયાસ રહેતો હોય છે. આથી તમામને બોલાવવાના પ્રયત્નો અમે કરીએ છીએ. મોહન ભાગવતે કહ્યું કે પૂર્ણ સમાજને જોડવો એ સંઘની પદ્ધતિ છે. આથી જ સંઘ માટે કોઇ પારકું નથી. જે આજે વિરોધ કરે છે તે પણ સંઘ માટે પારકા નથી. સંઘ ફક્ત એ જ ચિંતા કરે છે કે તેના વિરોધથી કોઇ નુકસાન ન થાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતાઓ સતત એ વાતનો પ્રચાર કરી રહ્યા છે કે છેલ્લા ૬૦ વર્ષોમાં દેશમાં કોઇ કામ જ નથી થયા. મોદી અને ભાજપની આ વાતનો પણ સંઘ પ્રમુખ ભાગવતે પોતાના ભાષણમાં જવાબ આપ્યો. મોહન ભાગવતે આઝાદીની લડાઇમાં કોંગ્રેસે આપેલા યોગદાનના ભારોભાર વખાણ કર્યા બાદ જણાવ્યું કે આઝાદી બાદ પણ કોંગ્રેસે દેશમાં અનેક કાર્યો કર્યા છે. મોહન ભાગવતે કહ્યું કે આઝાદી મળ્યા બાદ પણ દેશમાં અનેક એવી યોજનાઓ લાગુ કરવામાં આવી કે જેનાથી દેશે પ્રગતિ કરી. સંઘ પ્રમુખની આ વાતો ક્યાંકને ક્યાંક મોદી સરકાર માટે સંદેશારૂપ માનવામાં આવી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



