સંરક્ષણ મંત્રીનો પલટવાર-યુપીએ સરકાર જણાવે HAL સાથે રાફેલ ડીલ કેમ ન થઈ?

0
10

કોંગ્રેસના આરોપો પર નિર્મલા સીતારમણનો પલટવાર
ન્યુ દિલ્હી,તા.૧૮
રાફેલ ડીલ મુદ્દે કોંગ્રેસ અને કેન્દ્રની ભાજપ સરકાર સતત એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા એ કે એંટની દ્વારા મંગળવારે લગાવાયેલા આરોપ પર સંરક્ષણ મંત્રી સીતારમણે પલટવાર કરતા કહ્યું કે ડીલ યુપીએ સરકાર દરમિયાન નહોતી થઈ. આ ઉપરાંત યુપીએના કાર્યકાળ દરમિયાન હિંદુસ્તાન એરોનોટિકલ લિમિટેડ (HAL) અને ડસોલ્ટ વચ્ચે પ્રોડક્શન અંગે સંમતિ પણ બની શકી નહોતી. એવામાં એચએએલ અને રાફેલ એક સાથે કામ કરી શકતા નહોતા. આ બધાની જવાબદારી કોંગ્રેસ પક્ષે લેવી જોઈએ.
સંરક્ષણ મંત્રીએ કહ્યું, ‘શું એ સ્પષ્ટ રીતે નથી જણાતુ કે એચએએલનો સાથ કોણે નથી આપ્યો. આ બધુ કોની સરકાર દરમિયાન થયુ.’ તેમણે કહ્યું કે એચએએલ સાથે કેમ ડીલ ન થઈ શકી, તેનો જવાબ યુપીએ આપવો જોઈએ. વળી નિર્મલા સીતરમણે એ વાતને પણ સ્પષ્ટ કરી કે આ નવી ડીલમાં બેઝ પ્રાઈઝ પહેલેથી નવ ટકા ઓછી છે. અમે એટલા એરક્રાફ્ટ જ ઓર્ડર કર્યા જેટલા અમે ઈચ્છતા હતા.
કંપની તરફથી પોતાની સફાઈમાં કહેવામાં આવ્યુ હતુ કે ડસોલ્ટે રિલાયન્સ ડિફેન્સને ઓફસેટ કે એક્સપોર્ટ માટે પસંદ કર્યુ છે. વિદેશી વેંડર માટે ભારતીય પાર્ટનર પસંદ કરવામાં સંરક્ષણ મંત્રાલયની કોઈ ભૂમિકા નથી. વળી રશિયા સાથે એસ-૪૦૦ મિસાઈલો માટે ચાલી રહેલી વાતચીત લગભગ અંતિમ ચરણ સુધી પહોંચી ગઈ છે. આપણે જોવાનું રહેશે કે આના પર રશિયાના રાષ્ટ્રપતિની યાત્રા પહેલા થાય છે. પરંતુ વાતચીત લગભગ પૂરી થઈ ચૂકી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY