અમદાવાદ,તા.૧૮
રાજદ્રોહ કેસમાં સપડાયેલા પાસના નેતા અલ્પેશ કથીરિયાને સેશન્સ કોર્ટમાંથી રાહત નથી મળી. સેશન્સ કોર્ટે અલ્પેશ કથીરિયાની જામીન અરજી ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભડકાઉ ભાષણ આપવા બદલ અને દુષ્પ્રચાર બદલ નોંધાયેલા રાજદ્રોહ કેસમાં પાસના સુરત એકમના કન્વીનરની જામીન અરજી અંગે સેશન્સ કોર્ટમાં બન્ને પક્ષોએ પોતાની દલીલ પૂર્ણ થતા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
અગાઉ કોર્ટમાં સરકારી વકીલની રજૂઆત હતી કે કેસની ચાર્જશીટ હજુ ફાઈલ ન થઈ હોવાથી અલ્પેશને જામીન ન મળી શકે. સહઆરોપી હાર્દિક પટેલને પણ ચાર્જશીટ ફાઈલ નહોતી થઈ ત્યાં સુધી જામીન મળ્યા નહોતા. જેના કારણે હાર્દિકને પણ આઠ મહિના સુધી જામીન મળ્યા નહોતા. જ્યારે કે અલ્પેશ તરફથી દલીલ કરવામાં આવી હતી કે તેની ઉંમર ૨૫ વર્ષ છે અને સુરતની કોર્ટમાં જુનિયર વકીલ તરીકે પ્રેક્ટિસ કરે છે. કાયદાનું જ્ઞાન હોવાથી તે દરેક સુનાવણીમાં હાજર પણ રહે છે.
સોશિયલ મીડિયામાં સરકાર વિરૃદ્ધ દુષ્પ્રચારનો આક્ષેપ છે, પરંતુ તેણે ક્યારેય સરકાર વિરૃદ્ધ દુષ્પ્રચાર નથી કર્યો. તદ્ઉપરાંત પોલીસ તપાસમાં પણ આ અંગે વિશેષ પુરાવા મળ્યા નથી. તેથી સરકારના આક્ષેપો પાયાવિહોણા છે. જોકે બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે અલ્પેશને રાહત આપવાનો ઈનકાર કર્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



