ગુમ થયેલ ઇન્ટરપોલ ચીફ ચીનમાં મળ્યા, હાલ પોલીસ કસ્ટડીમાં

0
6

પેરિસ,તા.૬
૬ દિવસથી ગુમ ઇન્ટરપોલના અધ્યક્ષ મેંગ હોંગવેઈ (૬૪)ની ભાળ મળી ગઈ છે. તેમને એક મામલામાં પૂછપરછ માટે ચીનની પોલીસે કસ્ટડીમાં લીધા છે. જાકે દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસે તેમને એક જૂના મામલે પકડ્યા છે, પરંતુ એ સ્પષ્ટ નથી કે મામલો શું છે.
મેંગની પત્નીએ તેમના ગુમ થવાની જાણકારી આપી હતી, ત્યારબાદ શુક્રવારે ફ્રાન્સ સરકારે મામલાની તપાસ શરૂ કરી દીધી હતી. ગત સપ્તાહે ચીનમાં ઉતરતાં જ મેંગને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા હતા. હાલ એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે કયા મામલાની તપાસ માટે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.
આ પહેલા ફ્રાન્સના લિયોન શહેરમાં રહેનારી મેંગની પત્નીએ ફ્રાન્સ પોલીસને જણાવ્યું હતું કે પતિ સાથે તેમની છેલ્લી મુલાકાત સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં થઈ હતી. મેંગ ૨૯ સપ્ટેમ્બરે ફ્રાન્સથી ચીન માટે રવાના થયા હતા.
નવેમ્બર ૨૦૧૬માં ઇન્ટરપોલના અધ્યક્ષ બન્યા પહેલા મેંગ ચીનમાં પબ્લિક સિકિયોરિટીના ઉપમંત્રી હતા. તેમની જવાબદારી ખુફિયા પોલીસના કામકાજને જાવાની હતી. ૯૫ વર્ષના ઈતિહાસમાં મેંગ પહેલા એવા ચીની નાગરિક છે, જેઓ ઈન્ટરપોલના અધ્યક્ષ બન્યા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY