કરોડો લઇને સંજય દત્તે આપી પોતાની બાયોપિક બનાવવાની મંજૂરી

0
26

મુંબઈ,તા.૯
સંજય દત્તની બાયોપિક ‘સંજૂ’ના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. ૨૯ જૂને રિલીઝ થયેલી આ ફિલ્મે અત્યાર સુધી આશરે ૨૩૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. પોતાની સ્ટોરીને મોટા પડદા પર ઊતારવાની પરવાનગી આપવા માટે સંજય દત્તે પણ કરોડો રૂપિયાની ફી લીધી છે.
એક રિપોર્ટ અનુસાર સંજય આ ફિલ્મ માટે ૯-૧૦ કરોડ રૂપિયા અને ફિલ્મના પ્રોફિટનો કેટલોક ભાગ લીધો છે.
સંજયની બાયોપિકના માટે વાત કરતાં ફિલ્મના ડાયરેક્ટ રાજકુમાર હિરાનીએ એક ટીવી ચેનલને જણાવ્યું હતું કે ‘અમે સારી સ્ટોરીઓની શોધમાં રહીએ છીએ. સારા કન્ટેન્ટની લાલચમાં અમને આ સ્ટોરી સુધી પહોંચાડ્યા.’
‘સંજૂ’માં રણબીર કપૂર સંજય દત્તના રોલમાં છે. એની સાથે પરેશ રાવલ,સ વક્કી કૌશલ, જિમ સરભ, મનીષા કોઇરાલા, દિયા મિર્ઝા, અનુષ્કા શર્મા અને સોનમ કપૂર પણ છે

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY