મધુબાલાનાં જીવન પર બનશે બાયોપિક, નાની બહેને કરી જાહેરાત

0
314

મુંબઈ,તા.૯
વીતી ગયેલાં વર્ષોની હિન્દી ફિલ્મોનાં ખૂબસૂરત અને દંતકથાસમા અભિનેત્રી મધુબાલાનાં જીવન પરથી ફિલ્મ બનાવવાની સદ્દગત અભિનેત્રીનાં નાના બહેન મધુર બ્રિજભૂષણે જાહેરાત કરી છે.
‘ધ વીનસ ઓફ ઈન્ડીયન સિનેમા’ અને ‘બ્યુટી વિથ ટ્રેજેડી’ તરીકે પ્રખ્યાત થયેલા મધુબાલાએ ‘મુગલ-એ-આઝમ’, ‘ચલતી કા નામ ગાડી’, ‘મહલ’, ‘હાફ-ટિકિટ’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં પ્રશંસનીય અભિનય કર્યો હતો.
ફિલ્મના શિર્ષક અને કલાકારોની પસંદગીની વિગત બાદમાં સત્તાવાર નિવેદનમાં કરવામાં આવશે. મધુર બ્રિજમોહને કહ્યુ છે કે ફિલ્મનું નિર્માણ એમનાં નિકટનાં મિત્રો કરશે.
એમણે એક નિવેદનમાં કહ્યુ છે કે, મધુબાલાનાં તમામ શુભચિંતકો તથા બોલીવૂડ સાથે સંકળાયેલા તમામ લોકોને મારી નમ્ર વિનંતી છે કે કૃપા કરીને મારી પરવાનગી વગર મારી બહેન મધુબાલાનાં જીવન પર આધારિત બાયોપિક કે કોઈ પણ પ્રકારની ફિલ્મ બનાવવાનો પ્રયત્ન ન કરે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY