વડાપ્રધાને રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવાનો પ્રસ્તાવ સ્વિકારતાં શંકરસિંહએ આભાર માન્યો

0
75

ગાંધીનગર,તા.૩૧
પીએમ નરેન્દ્ર મોદીએ આજે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરી દીધું છે. જા કે છેલ્લા ઘણા સમયથી સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા પર રાજનીતિ થઇ રહી છે. જેને પગલે થોડા દિવસ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસે માંગ કરી હતી કે, આઝાદી સમયે પહેલું રજવાડું સમર્પિત કરનાર ભાવનગર સ્ટેટ સહિત અન્ય ૫૬૨ રાજ્યનાં સિમ્બોલ તથા તેના શિલાલેખ પણ આ સ્થળે જ મુકાવવા જાઈએ. આ માંગ બાદ આજે શંકરસિંહ વાઘેલાએ તેમના આ પ્રસ્તાવ અંગેનો પત્ર સ્વીકારવા બદલ ટ્વિટ કરી પીએમ મોદીનો આભાર માન્યો હતો.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ટ્વિટ કર્યું કે, અખંડ ભારતના સપનાને મજબૂત બનાવવા માટે પોતાના રાજ્યો આપનારા રજવાડાઓનું મ્યૂઝિયમ બનાવવા સંબંધિત મારો પ્રસ્તાવ પત્ર સ્વીકારવા બદલ ખૂબ ખૂબ આભાર પીએમ નરેન્દ્ર મોદી અને તમે તેને દિલ્હી બોલાવી તેમના પરિવારના માનમાં રિસેપ્શન પણ રાખો એવી મારી ઇચ્છા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY