કેવડિયા કોલોની,તા.૩૧
આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યું છે. આ સાથે ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાત આવતા પ્રવાસીઓ માટે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, ૧ નવેમ્બરથી નિયમિત રીતે પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળી શકશે. પ્રવાસીઓ સવારે ૯થી સાંજના ૭ વાગ્યા સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસનો મજા માણી શકશે. તેમજ દરરોજ સાંજે ૬.૩૦ થી ૮ વાગ્યા સુધી બે લેસર શો પણ પ્રવાસીઓ માટે યોજાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીએમ મોદીને એક અભિનંતન પત્ર અર્પણ કર્યો હતો. એટલું જ નહીં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ માટે જે લોખંડ એકઠું કરવામાં આવ્યું હતું તેમાં સૌપ્રથમ એક હથોડો પ્રાપ્ત થયો હતો. આ હથોડાને મોદીને અર્પણ કરવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



