સરદારની પ્રતિમાના ૯૧ વર્ષીય શિલ્પકાર રામ સુથારનુ સન્માન કરાયુ

0
145

કેવડિયા કોલોની,તા.૩૧
કેવડિયા કોલોની ખાતે સરદાર પટેલની પ્રતિમાને રાષ્ટ્રને સમર્પિત કરવાની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પ્રતિમાના શિલ્પી એવા ૯૧ વર્ષના શિલ્પકાર રામ સુથાર અને તેમના પુત્ર અનિલભાઈ સુથારનુ સન્માન કર્યુ હતુ.
આજના કાર્યક્રમ માટે તેમને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા.૯૧ વર્ષના રામ સુથાર મૂળે મહારાષ્ટ્રના છે અને ૧૯૫૯થી દિલ્હીમાં સ્થાયી થયા છે.
તેમણે એક વાતચીતમાં કહ્યું હતુ કે જ્યારથી હું શિલ્પકલા શીખ્યો છું ત્યારથી મારી ઈચ્છા એક વિરાટ પ્રતિમા બનાવવાની હતી.૧૯૪૭માં હનુમાનજીની હૃદય ચીરીને ભગવાન રામને દર્શાવતી એક વિરાટ કાય મૂર્તિ બનાવવાનુ નક્કી થયુ હતુ.કોઈ કારણસર આ પ્રોજેક્ટ આગળ વધી શક્્યો ન હતો.એ પછી સરદારની પ્રતિમા બનાવવાનો મોકો મળ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY