પંચમહાલ,તા.૨૭
હંમેશાં વિવાદોથી ઘેરાયેલા રહેતા એવા ભાજપનાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનું વધુ એક વિવાદીત નિવેદન સામે આવ્યું છે. જેમાં પંચમહાલનાં સાંસદ પ્રભાતસિંહ ચૌહાણે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે,”વાઈન વગર ચૂંટણી જીતાતી નથી. પણ મેં દારૂ જાયો નથી.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, ભલે મારી ઉમર ૭૭ વર્ષની હોય પણ હું આગામી ૩ ટર્મ સુધી લોકસભાની ચુંટણી લડવાનો છું. પંચમહાલ જીલ્લામાં મને કોઈ હરાવી શકે તેમ નથી. પ્રભાતસિંહનાં દારૂવાળા નિવેદન બાદ જ્યારે પત્રકારોએ તેમને આ અંગે સવાલ કર્યા તો તેમણે મૌન એવું કહીને વાતને ટાળી દીધી હતી.”
ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ પ્રભાતસિંહ ચૌહાણે આ જ રીતે વિવાદીત નિવેદન આપતા કહ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં પંચાયતોની ચૂંટણી દરમ્યાન પણ અગાઉ સાંસદ પ્રભાતસિંહે પોતાનો હુંકાર કર્યો હતો.
જેમાં પ્રભાતસિંહે નિવેદન આપતા કહ્યું હતું કે,”આગામી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ ઉમેદવાર મારી સામે નહીં હોય અને વર્ષ ૨૦૧૯, ૨૦૨૫, ૨૦૩૦નાં સાંસદ સભ્ય તરીકે હું જ સભ્ય રહીશ અને રહેવાનો છું. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં મારી ટિકિટ કાપનાર કોઈ જન્મ્યો જ નથી ત્યારે પંચમહાલ જિલ્લાની આગામી સમયની લોકસભાની ચૂંટણીની પૂર્ણ તૈયારી થઇ ગઈ હોય તેમ જાવા માંડ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



