વાશિંગ્ટન,તા.૨૭
અમેરિકાના અધિકારીઓએ જણાવ્યું કે, જે લોકોના વિઝા એક્સપાયર થઇ ગયા છે અથવા જેઓનું સ્ટેટ્સ બદલાઇ ગયું છે તેઓને આગામી સોમવારથી દેશમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. જે ફેડરલ એજન્સીને તેની જવાબદારી આપવામાં આવી છે તેણે કહ્યુ કે, રોજગાર આધારિત અને માનવીય આધારોના આવેદન માટે તેને લાગૂ નહીં કરવામાં આવે. આ માટે એચ૧-બી વિઝા રાખનારા લોકોને થોડી રાહત મળવાની સંભાવના છે.
યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (યુએસસીઆઇએસ)ને વિઝાની સ્વીકૃતિ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. નવા નિયમ અનુસાર, જે લોકોએ વિઝા એક્સટેન્શનની એપ્લિકેશન આપી છે તેઓને એનટીએ (નોટિસ ટુ અપીયર) જાહેર કરવામાં આવશે.
એનટીએ, અમેરિકામાં ગેરકાયદેસર રીતે વસતા લોકોને દેશની બહાર મોકલવા માટે જાહેર કરવામાં આવેલું પહેલું પગલું છે. એનટીએ એ પ્રકારના ડોકિયુંમેન્ટ છે, જે કોઇ વ્યકિતને ઇમિગ્રેશન જજની સામે રજૂ થવા માટે કહે છે.
આની જવાબદારી યુએસસીઆઇએસ (યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ)ને સોંપવામાં આવી છે. યુએસસીઆઇએસએ બુધવારે કહ્યુ કે, નવા નિયમને ૧ ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે.
હાલમાં જ મોટી સંખ્યામાં એચ૧-બી વિઝા હોલ્ડર્સને તેઓના વિઝા એક્સટેન્ડ કરવાની મનાઇ કરી દીધી હતી. જેમાંથી મોટાંભાગના લોકો ભારતીય હતા. આ નિયમ અમેરિકા વસતા ભારતીયો માટે વધુ મુશ્કેલ સાબિત થઇ શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




