ભરૂચ:
ભરૂચના ભરચક વિસ્તાર શક્તિનાથમાં આવેલ ‘ભવ્ય‘ કપડાં ના શૉરૂમની બહાર લગાડેલ એલ.ઈ.ડી.બોર્ડમાં આજે સાંજે એકા એક આગ લાગતાં નાસ ભાગ મચી જવા પામી હતી. આગ લાગવાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઈટરો ને કરતાં તેવોએ ઘટના સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાની ઘટનાંની જાણ આજુ બાજુના લોકોને થતાં શક્તિનાથ વિસ્તારમાં લોકટોળા ઉમટી પડ્યા હતા. જોકે સમગ્ર ઘટના દરમિયાન કોઈ જાનહાની થઇ ન હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"