ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ અને વિદ્યાર્થીઓ દ્વારા ભરુચ તાલુકા ની ખખડધજ અનિયમિત દોડતી બસો અને પાસ તેમજ અન્ય સુવિધાઓ માટે એસટી ના ડીસી ને ફરિયાદ સાથે આંદોલન ની ચીમકી

0
269

ભરૂચ તાલુકા ના કહાન, ઝંગાર, પાલેજ, ટંકારીયા અને આમોદ તાલુકા ના આછોદ, દેનવા રૂટ પર ની અનિયમિત બસો ને સમયસર કરવા અને ખખડધજ બસો ને બદલી વ્યવસ્થીત બસો ફાળવવા તેમજ વિદ્યાર્થીઓ, મુસાફરો ને બસ પાસ કઢાવવામાં પડતી હાલાકી તેમજ બસ ડેપો માં પીવાના પાણી ની તકલીફ દૂર કરવાની માંગ સાથે આજરોજ વિદ્યાર્થીઓ સાથે એસ.ટી ડેપોમાં ડી.સી સાહેબ ને રજૂઆત કરી તાત્કાલિક અસરકારક પગલા લેવાય એવી માંગણી કરવામાં આવી… જો વહેતી તકે આ સમસ્યાઓ નું ઉકેલ નહીં આવે તો વિદ્યાર્થીઓ, મુસાફરો તેમજ કોંગ્રેસ ના યુવા અગ્રણીઓ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
કોગ્રેસ ના સમશાદ અલી સૈયદ, કેતન મકવાણા, રાધે પટેલ, આસિફ સીતપોનિયા, ખલિલ પટેલ તેમજ જકવાન પટેલ, મુન્તસીર પટેલ, અનીશ પટેલ, વસીમ કડવા , સંજય પટેલ સહીત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY